/connect-gujarat/media/media_files/2025/01/23/zMdRYWueWFBZcdh51tnj.jpg)
ઇન્ટરનેશનલ સ્ટાર બની ગયેલી પ્રિયંકા ચોપરા છેલ્લા કેટલાક દિવસોથી ભારતમાં છે. હાલમાં જ પ્રિયંકા ચોપરા હૈદરાબાદ પહોંચી હતી, જ્યાં તેણે ચિલકુરના શ્રી બાલાજી મંદિરની મુલાકાત લીધી હતી. પ્રિયંકાએ તેની નવી સફર શરૂ કરવા માટે ભગવાનના આશીર્વાદ લીધા છે.
તસવીરો શેર કરતી વખતે પ્રિયંકાએ લખ્યું છે - શ્રી બાલાજીના આશીર્વાદ સાથે હું એક નવો અધ્યાય શરૂ કરી રહી છું. આપણા દિલમાં શાંતિ અને આપણી આસપાસ સમૃદ્ધિ રહે. ભગવાનની કૃપા અનંત રહે. ઓમ નમઃ.પ્રિયંકા ચોપરા લાંબા સમયથી ભારતીય સિનેમામાં કમબેકની રાહ જોઈ રહી હતી. દરમિયાન, એક્ટ્રેસ ડિસેમ્બર 2024માં એસએસ રાજામૌલીની આગામી તેલુગુ ફિલ્મ સાઈન કરી છે. આ ફિલ્મ આફ્રિકન જંગલ એડવેન્ચર પર આધારિત હશે, જોકે તેનું ટાઈટલ હજુ નક્કી કરવામાં આવ્યું નથી. આ ફિલ્મમાં પ્રિયંકા સાથે મહેશ બાબુ એક સંશોધકની ભૂમિકામાં જોવા મળશે.