'પુષ્પા કહાં હૈ?', પુષ્પા 2નું રોંગટા ઉભા કરી દેતું ટીઝર થયું રિલીઝ

સાઉથ સુપરસ્ટાર અલ્લુ અર્જુનની પાન ઈન્ડિયા ફિલ્મ 'પુષ્પા ધ રાઈઝ' બોક્સ ઓફિસ પર જબરદસ્ત હિટ રહી હતી અને બ્લોકબસ્ટર સાબિત થઈ હતી.

New Update
'પુષ્પા કહાં હૈ?', પુષ્પા 2નું રોંગટા ઉભા કરી દેતું ટીઝર થયું રિલીઝ

સાઉથ સુપરસ્ટાર અલ્લુ અર્જુનની પાન ઈન્ડિયા ફિલ્મ 'પુષ્પા ધ રાઈઝ' બોક્સ ઓફિસ પર જબરદસ્ત હિટ રહી હતી અને બ્લોકબસ્ટર સાબિત થઈ હતી. આ ફિલ્મ તમામ ભાષાઓમાં દર્શકોને પસંદ આવી હતી. ફિલ્મનો પહેલો ભાગ સુપરહિટ થતાં જ નિર્માતાઓએ તેના બીજા ભાગની જાહેરાત કરી દીધી હતી. એવા સમાચાર હતા કે ફિલ્મનું ટીઝર અલ્લુ અર્જુનના જન્મદિવસ પર એટલે કે 8 એપ્રિલે રિલીઝ થઈ શકે છે, પરંતુ નિર્માતાઓએ ફિલ્મનું ટીઝર 7 એપ્રિલના રોજ અભિનેતાના જન્મદિવસ પહેલા રિલીઝ કર્યું છે.

ફિલ્મનો ટીઝર વીડિયો દર્શકોને પસંદ આવી રહ્યો છે. અલ્લુ અર્જુન અને સુકુમારની બહુપ્રતિક્ષિત સમગ્ર ભારતની એક્શન ડ્રામા ફિલ્મ 'પુષ્પાઃ ધ રૂલ'નું ટીઝર 'પુષ્પા કહાં હૈ?' ના શીર્ષક સાથે પ્રારંભ થયો હતો વીડિયોની શરૂઆતમાં બતાવવામાં આવ્યું છે કે પુષ્પાને જગ્યાએ જગ્યાએ શોધી રરહ્યા છે. ટીઝરમાં 'પુષ્પા ધ રૂલ'ની સ્ટોરીનો નવો લુક જોવા મળ્યો હતો. ફિલ્મની વાર્તા પહેલા ભાગ કરતા વધુ રોમાંચક હશે.

વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે પુષ્પા તિરુપતિ જેલમાંથી ભાગી ગયો છે અને પોલીસ તેને શોધવાના તમામ પ્રયાસો કરી રહી છે. વીડિયોમાં અલ્લુ અર્જુનની પહેલી ઝલક પણ જોવા મળી છે, જે એકદમ પાવરફુલ છે, જેણે ફેન્સની ઉત્સુકતા વધારી દીધી છે. ત્રણ મિનિટ અને 14 સેકન્ડની આ ટીચર રિલીઝ થતાં જ તેને થોડા જ સમયમાં લાખો વ્યૂઝ મળી ગયા છે.

Read the Next Article

દિલજીતની નવી ફિલ્મમાં પાકિસ્તાની એક્ટ્રેસ હાનિયા આમિર, સોશિયલ મીડિયામાં ભારે ટ્રોલિંગ

દિલજીત દોસાંઝ અને નીરુ બાજવા સ્ટારર હોરર- કોમેડી સરદારજી 3 નું ટ્રેલર રવિવારે રિલીઝ થયું છે. ટ્રેલરમાં પાકિસ્તાની એક્ટ્રસ હાનિયા આમિર પણ જોવા મળી રહી છે.

New Update
diljit

દિલજીત દોસાંઝ અને નીરુ બાજવા સ્ટારર હોરર- કોમેડી સરદારજી 3 નું ટ્રેલર રવિવારે રિલીઝ થયું છે. ટ્રેલરમાં પાકિસ્તાની એક્ટ્રસ હાનિયા આમિર પણ જોવા મળી રહી છે.

આ જોયા પછી નેટીઝન્સ હવે દિલજીત દોસાંઝને ટ્રોલ કરી રહ્યા છે. હકીકતમાં પહલગામ આતંકી હુમલા પછી પાકિસ્તાની કલાકારોને ભારત આવવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. પાકિસ્તાની સ્ટાર્સના ઈન્સ્ટા એકાઉન્ટ પણ બંધ કરી દેવામાં આવ્યા છે. તો સરદાર જી 3નું ટ્રેલર હાનિયા આમિરને જોઈને ભડક્યા છે. આ ફિલ્મને બાયકોટ કરવાની માંગ કરવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે, સ્ટૂડિયોના પોસ્ટર શેર કરતાં તેમાં લખ્યું, ' અમને એ જાહેર કરતાં બહુ આનંદ થઈ રહ્યો છે કે, સરદાર જી 3 27 જૂનના પોજ વિદેશોમાં રિલીઝ થશે. જોકે, ભારતમાં તેની રિલીઝને હાલમાં રોકી દેવામાં આવી છે. અમે તમારા પ્રેમ અને ધીરજની કદર કરીએ છીએ, અને ખૂબ જ જલ્દી ભારતમાં તેની રિલીઝ થવાની તારીખ શેર કરીશું. અપડેટ માટે જોડાયેલા રહેજો. તમને દરેકને મોટા પડદા પર ફિલ્મ બતાવવા માટે અમે રાહ જોઈ રહ્યા છીએ.

તો સોશિયલ મીડિયા પર ટ્રેલર શેર કરતાં દિલજીત દોસાંઝે પણ લખ્યું છે કે, આ માત્ર વિદેશોમાં રિલીઝ થઈ રહી છે. તેમણે લખ્યું કે, સરદાર જી 3 જૂનમાં માત્ર વિદેશોમાં રિલીઝ થઈ રહી છે.' 

વિદેશમાં રિલીઝ થયા હોવા છતાં, 'સરદાર જી 3' ના ટ્રેલરની સોશિયલ મીડિયા પર ઘણી ટીકા થઈ રહી છે. એક ચાહકે લખ્યું, "દેશ પહેલા આવે છે - દિલજીતને  પાકિસ્તાની સહ-કલાકારો સાથે આટલો આરામદાયક જોઈને નિરાશા અનુભવી રહ્યો છું." બીજાએ લખ્યું, 'પહલગામ પછી દિલજીત પાસેથી આવી અપેક્ષા નહોતી - સીમા ક્યાં છે?' બીજાએ લખ્યું, 'સરદાર જી 3 ને બાયકોટ કરો.' જ્યારે બીજાએ લખ્યું, 'માફ કરશો પાજી, અમે આ ફિલ્મ જોવા નથી જવાના, અમે અમારા દેશની વિરુદ્ધ નહીં જઈ શકીએ.'