રાઘવ-પરિણીતીના લગ્ન પછી કપલનો ફર્સ્ટ લૂક, પિંક સાડીમાં ગોર્જિયસ લાગી પરિણીતી

New Update
રાઘવ-પરિણીતીના લગ્ન પછી કપલનો ફર્સ્ટ લૂક, પિંક સાડીમાં ગોર્જિયસ લાગી પરિણીતી

સાંસદ રાઘવ ચઢ્ઢા અને બોલિવૂડ એક્ટ્રેસે પરિણીતી ચોપરા લગ્નગ્રંથીથી બંધાઈ ચુક્યા છે. રવિવારે ઉદયપુરની હોટેલ લીલા પેલેસમાં લગ્નની વિધિ કરવામાં આવી હતી.આ પહેલાં રવિવારે બપોરે 3 વાગ્યે રાઘવ તેમના પરિવાર અને મિત્રો સાથે હોટલ લીલા માટે બોટમાં જાનૈયાઓ સાથે નીકળ્યો હતો.

જ્યારે લગ્નની જાણ 18 બોટમાં બેન્ડ સાથે આવી ત્યારે પરિણીતીના પરિવારના સભ્યોએ તેનું ઉત્સાહપૂર્વક સ્વાગત કર્યું અને ફૂલોની વર્ષા કરી હતી.લગ્નના ફંક્શન બાદ રાઘવ અને પરિણીતીએ સાથે ફોટોશૂટ પણ કરાવ્યું હતું. આ પછી બંનેનો ફર્સ્ટ લુક સામે આવ્યો હતો. આ ફોટામાં પરિણીતીએ પિંક કલરની સાડી પહેરી છે. રાઘવ ચઢ્ઢા બ્લેક સૂટમાં પરિણીતિનો હાથ પકડીને જોવા મળે છે.