રજનીકાંત ચેન્નાઇની અપોલો હોસ્પિટલમાં દાખલ, હાર્ટ સર્જરી થશે !

સુપરસ્ટાર રજનીકાંતને 30 સપ્ટેમ્બરની મોડી રાત્રે ચેન્નાઈની અપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેને પેટમાં દુખાવાની ફરિયાદ હોવાનું કહેવાય

New Update
rajni

સુપરસ્ટાર રજનીકાંતને 30 સપ્ટેમ્બરની મોડી રાત્રે ચેન્નાઈની અપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેને પેટમાં દુખાવાની ફરિયાદ હોવાનું કહેવાય છે. બીજી તરફ હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું કે રજનીકાંતની આજે હાર્ટ સર્જરી કરવામાં આવશે. હાલ તેમની હાલત સ્થિર છે.

જનીકાંતની તબિયત વિશે માહિતી આપતાં તેમના પત્ની લતાએ એક મીડિયા ચેનલને કહ્યું, બધુ બરાબર છે. છેલ્લા ઘણા વર્ષોમાં રજનીકાંતની તબિયત ઘણી વખત બગડી છે. રજનીકાંતનું પણ 2016માં અમેરિકામાં કિડની ટ્રાન્સપ્લાન્ટ થયું હતું.

Latest Stories