રામોજી ફિલ્મ સિટીના સ્થાપક રામોજી રાવનું 87 વર્ષની વયે દુઃખદ નિધન

સાઉથ ઈન્ડસ્ટ્રીમાંથી દુખદ સમાચાર આવી રહ્યા છે. ઈનાડુ અને રામોજી ફિલ્મ સિટીના સ્થાપક રામોજી રાવનું આજે સવારે હૈદરાબાદ, તેલંગાણામાં અવસાન થયું છે. પ્રતિષ્ઠિત મીડિયા દિગ્ગજ અને ફિલ્મ સમ્રાટ રામોજી રાવનું હૈદરાબાદની સ્ટાર હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન થયું

રામોજી ફિલ્મ સિટી

રામોજી ફિલ્મ સિટી

New Update

સાઉથ ઈન્ડસ્ટ્રીમાંથી દુખદ સમાચાર આવી રહ્યા છે. ઈનાડુ અને રામોજી ફિલ્મ સિટીના સ્થાપક રામોજી રાવનું આજે સવારે હૈદરાબાદ, તેલંગાણામાં અવસાન થયું છે. પ્રતિષ્ઠિત મીડિયા દિગ્ગજ અને ફિલ્મ સમ્રાટ રામોજી રાવનું હૈદરાબાદની સ્ટાર હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન થયું છે. તેમણે સવારે 3.45 કલાકે અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ 87 વર્ષના હતા.

 રામોજીના નિધનના સમાચાર બાદ સાઉથ ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. રામોજી રાવના નિધન પર ઘણા સેલેબ્સ અને ચાહકો શોક વ્યક્ત કરી રહ્યા છે.રામોજી રાવને હાઈ બ્લડ પ્રેશર અને શ્વાસની તકલીફને કારણે 5 જૂનના રોજ હૈદરાબાદના સ્ટાર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને તેમને ICUમાં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા . પરંતુ તેમની તબિયત બગડતી રહી અને આજે વહેલી સવારે તેમણે આ દુનિયાને કાયમ માટે અલવિદા કહી દીધું.તમને જણાવી દઈએ કે રામોજી રાવે થોડા વર્ષો પહેલા આંતરડાના કેન્સર સામે સફળતાપૂર્વક લડત આપી હતી. રામોજી રાવ લાંબા સમયથી લાંબી બીમારી અને વય સંબંધિત સ્વાસ્થ્ય સમસ્યાઓથી પીડિત હતા.

#નિધન #રામોજી રાવ #રામોજી ફિલ્મ સિટી
Here are a few more articles:
Read the Next Article