Connect Gujarat
મનોરંજન 

રણબીર કપૂરએ તેના જન્મદિવસ પર ચાહકોની આપી મોટી ભેટ, ફિલ્મ ‘એનિમલ’નું ટીઝર કર્યું રીલીઝ......

એનિમલના ટીઝરમાં રણબીર કપૂરનો લુક એકદમ કીલર અને ડેસિંગ લાગી રહ્યો છે. લાંબી દાઢી, લાંબા વાળથી લઈને ક્લીન શેવન લુક સુધી રણબીર દરેક લૂકમાં ખૂબ જ શાનદાર લાગી રહ્યો છે.

રણબીર કપૂરએ તેના જન્મદિવસ પર ચાહકોની આપી મોટી ભેટ, ફિલ્મ ‘એનિમલ’નું ટીઝર કર્યું રીલીઝ......
X

આજે રણબીર કપુનો જન્મદિવસ છે. ત્યારે તેમણે તેના ફેંસ માટે એક મોટી ભેટ આપી છે. ફિલ્મ એનિમલનું ટીઝર રીલીઝ કરવામાં આવ્યું છે. રણબીર કપૂરની ફિલ્મ એનિમલ આ દિવસોમાં ખૂબ જ ચર્ચામાં છે. આ ફિલ્મમાં રણબીર તેના દમદાર અવતારમાં જોવા મળશે. એનિમલના ટીઝરમાં રણબીર કપૂરનો લુક એકદમ કીલર અને ડેસિંગ લાગી રહ્યો છે. લાંબી દાઢી, લાંબા વાળથી લઈને ક્લીન શેવન લુક સુધી રણબીર દરેક લૂકમાં ખૂબ જ શાનદાર લાગી રહ્યો છે.

લોકોએ રણબિરને આ પહેલા આવું પાત્ર ભજવતા પહેલા ક્યારેય નથી જોયો. આ ફિલ્મમાં અનિલ કપૂર રણબીર કપૂરના પિતાના રોલમાં જોવા મળશે. ટીઝરના અંતમાં બોબી દેઓલ જોવા મળશે. આ સાથે જ નેશનલ ક્રશ રશ્મિકા મંદાના સાથે પહેલી વાર રણબીર કપૂર સ્ક્રીન પર જોવા મળશે. આ ફિલ્મ 1 ડિસેમ્બરે સિનેમા ઘરોમાં રીલીઝ થશે.

Next Story