રણવીર સિંહ અને અક્ષય ખન્નાની ધુરંધરે થિયેટર્સમાં છવાઈ, 13માં દિવસે ફિલ્મે 25.50 કરોડની કરી કમાણી

રણવીર સિંહ અને અક્ષય ખન્નાની ધુરંધરે થિયેટર્સમાં છવાઈ ગઈ છે. ફિલ્મને થિયેટર્સમાં રિલીઝ થયાને 13 દિવસ થયા છે અને સતત ફિલ્મ બોક્સ ઓફિસ પર કરોડોની

author-image
By Connect Gujarat Desk
New Update
hq720

રણવીર સિંહ અને અક્ષય ખન્નાની ધુરંધરે થિયેટર્સમાં છવાઈ ગઈ છે. ફિલ્મને થિયેટર્સમાં રિલીઝ થયાને 13 દિવસ થયા છે અને સતત ફિલ્મ બોક્સ ઓફિસ પર કરોડોની કમાણી કરી રહી છે. સોશિયલ મીડિયા પર પણ ફિલ્મના વખાણ થઈ રહ્યા છે. સ્ટારકાસ્ટની એક્ટિંગથી માંડીને ફિલ્મોના ગીત સુધી લોકોને મંત્રમુગ્ધ કરી રહ્યા છે. ફિલ્મમાં અક્ષય ખન્ના અને રણવીર સિંહની સાથે સાથે તમામ સ્ટાર્સની એક્ટિંગના પણ વખાણ કરવામાં આવી રહ્યા છે.

એક રિપોર્ટ પ્રમાણે ધુરંધરે બોક્સ ઓફિસ પર 13માં દિવસે પણ સારી એવી કમાણી કરી લીધી છે. 13માં દિવસે ફિલ્મે 25.50 કરોડની કમાણી કરી છે. શોની વાત કરીયે તો સવારના 19.48 ટકા અને બપોરના શો 34.72 ટકા અને રાતના શો 45.14 ટકા છે. આવનારા વિકેન્ડ પર પણ ફિલ્મની કમાણીમાં ભારે ઉછાળો જોવા મળી શકે છે. જેનાથી ફિલ્મનું કલેક્શન વધી જશે.

ધુંરધરને 13 દિવસમાં ભારતમાં 437.25 કરોડનો બિઝનેસ કરી લીધો છે. સાથે જ વર્લ્ડવાઈડ કલેક્શનની વાત કરવામાં આવે તો દુનિયાભરમાં ફિલ્મે 664.5 કરોડની કમાણી કરી લીધી છે. ઓપનિંગ ડે પર 28 કરોડની કમાણી કરનારી ફિલ્મે ગયા અઠવાડિયે પણ કરોડોની કમાણી કરીને મેકર્સને માલામાલ કરી દીધા છે. ફિલ્મ આ વર્ષની સૌથી વધુ કમાણી કરનારી ત્રીજી ફિલ્મ બની ગઈ છે.

Latest Stories