રણબીર કપૂરની Animal ને પછાડીને રણવીર સિંહની Dhurandhar એ એકનવો રેકોર્ડ બનાવ્યો

આદિત્ય ધરની ફિલ્મ એક પછી એક નવા રેકોર્ડ તેના નામે કરી રહી છે. આ ફિલ્મએ રવિવારે પણ મોટો રેકોર્ડ બ્રેક કર્યો છે. ધુરંધર હવે આ વર્ષની ટોપ 10 ઇંડિયન

New Update
dhu

આદિત્ય ધરની ફિલ્મ એક પછી એક નવા રેકોર્ડ તેના નામે કરી રહી છે. આ ફિલ્મએ રવિવારે પણ મોટો રેકોર્ડ બ્રેક કર્યો છે. ધુરંધર હવે આ વર્ષની ટોપ 10 ઇંડિયન ફિલ્મના લિસ્ટમાં આવી ગઈ છે. આ ફિલ્મ માત્ર ટોપ 10ના લિસ્ટમાં આવી ગઈ છે એટલું જ નહિ પણ તેણે રણબીર કપૂરની એનિમલને પણ પછાડી દીધી છે.

વાસ્તવમાં વાત એમ છે કે સંદીપ રેડ્ડી વાંગાની ફિલ્મ ટોપ 10 લિસ્ટમાં દસમાં નંબરે હતી. ધુરંધર ફિલ્મએ ત્રીજા રવિવારે કુલ 555.7 કરોડની કમાણી કરી હતી. જ્યારે એનિમલનું લાઈફટાઈમ કલેક્શન માત્ર 553 કરોડ છે.

  1. પુષ્પા ધ રૂલ પાર્ટ 2: 1234.1 કરોડ
  2. બાહુબલી 2: 1030 કરોડ
  3. KGF ચેપ્ટર 2: 859.7 કરોડ
  4. RRR: 782.2 કરોડ
  5. કલ્કિ 2898 AD: 646.31 કરોડ
  6. જવાન: 640.25 કરોડ
  7. કંતારા ચેપ્ટર 1: 633.42 કરોડ
  8. છાવા: 601.54 કરોડ
  9. સ્ત્રી 2: 597.99 કરોડ
  10. ધુરંધર: 555.7 કરોડ
  11. આ વર્ષની 3 ફિલ્મો કંતારા ચેપ્ટર 1, છાવા અને ધુરંધર આ લિસ્ટમાં છે.
Latest Stories