New Update
બોલિવૂડ એક્ટર રણવીર સિંહ હાલમાં આદિત્ય ધર દ્વારા નિર્દેશિત ફિલ્મ 'ધુરંધર'નું શૂટિંગ કરી રહ્યો છે. આ ફિલ્મનું મેકિંગ Jio સ્ટુડિયોનાં જ્યોતિ દેશપાંડે, આદિત્ય ધર અને લોકેશ ધર તેમના બેનર ‘B62 સ્ટુડિયો’ હેઠળ કરી રહ્યા છે. એવામાં સેટ પરથી લીક થયેલી તસવીરો વાઈરલ થઈ છે, જેમાં રણવીરનો ખલનાયક આવતાર જોવા મળી રહ્યો છે.
વાઈરલ થઈ રહેલી તસવીરોમાં રણવીર સિંહ લાંબી દાઢી, સૂટ-બૂટ અને માથા પર પાઘડી પહેરેલો જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવી રહ્યો છે કે આ તસવીર 'ધુરંધર'ના સેટની છે. આ પહેલીવાર હશે જ્યારે રણવીર સિંહ સરદાર ગેટઅપમાં જોવા મળશે. સૂટ અને ચહેરા પર લોહીના ડાઘ જોતાં 'એનિમલ'ના રણબીર કપૂરની યાદ આવશે. 24 સેકન્ડના આ વીડિયોમાં રણવીર સિંહ ખુલ્લા લાંબા વાળ અને હાથમાં સિગારેટ સાથે જોવા મળે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ‘ગલી બોય’ એક્ટર RAW એજન્ટની ભૂમિકા ભજવી રહ્યો છે, કારણ કે આ ફિલ્મ RAWના ઇતિહાસની સત્ય ઘટનાઓ પર આધારિત છે.