પુત્રી રાશા સાથે રવિના ટંડન પહોચી કેદારનાથ, બાબાના દર્શન કરી મેળવ્યા આશીર્વાદ.....

New Update
પુત્રી રાશા સાથે રવિના ટંડન પહોચી કેદારનાથ, બાબાના દર્શન કરી મેળવ્યા આશીર્વાદ.....

બોલિવૂડ અભિનેત્રી રવિના ટંડન આ દિવસોમાં તેની આગામી ફિલ્મ 'વેલકમ 3' માટે સમાચારમાં છે. આ ફિલ્મમાં રવિના ટંડન વર્ષો પછી તેના એક્સ બોયફ્રેન્ડ અક્ષય કુમાર સાથે જોવા મળશે. આ દરમિયાન રવિના ટંડન દીકરી રાશા સાથે આશીર્વાદ લેવા બાબા કેદારનાથ પહોંચી હતી, જ્યાંથી તેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

આ વાયરલ થયેલ તસવીરોમાં રવિના ટંડન તેની તેની દીકરી રાશા કપાળ પર તિલક લગાવેલી જોવા મળી રહી છે. તો બીજી તસવીરમાં રવિના ટંડન અને રાશા થડાની ભગવાન ભોલેનાથના આશીર્વાદ લેતા જોવા મળે છે. ત્રીજી તસવીરમાં રાશા અને રવિના મંદિર પરિસરમાં ફોટો પડાવતા જોવા મળે છે. આ તસવીરો રાશાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. આ પહેલા રવીના પણ તેની પુત્રી સાથે ઋષિકેશ ગઈ હતી.અહીં અભિનેત્રીએ ઋષિ-મુનિઓ સાથે ગંગા આરતી કરી હતી. રવિના ટંડનનો સંતો સાથે ભજન ગાઈને ગંગા આરતી કરતો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં લોકો તેની ભક્તિ જોઈને અભિનેત્રીની પ્રશંસા કરતા જોવા મળ્યા હતા.

Read the Next Article

'કાંટા લગા' ફેમ અને 'બિગ બોસ 13' સ્પર્ધક શેફાલી જરીવાલાનું 42 વર્ષની વયે થયું અવસાન

'કાંટા લગા' ફેમ અને 'બિગ બોસ 13' સ્પર્ધક શેફાલી જરીવાલાનું 42 વર્ષની વયે અવસાન થયું છે. મૃત્યુનું કારણ કાર્ડિયાક અરેસ્ટ હોવાનું કહેવાય છે. તેમનો મૃતદેહ હાલ કૂપર હોસ્પિટલમાં છે.

New Update
kta

'કાંટા લગા' ફેમ અને 'બિગ બોસ 13' સ્પર્ધક શેફાલી જરીવાલાનું 42 વર્ષની વયે અવસાન થયું છે. મૃત્યુનું કારણ કાર્ડિયાક અરેસ્ટ હોવાનું કહેવાય છે. તેમનો મૃતદેહ હાલ કૂપર હોસ્પિટલમાં છે.

'ટાઈમ્સ ઓફ ઈન્ડિયા'એ હોસ્પિટલના રિસેપ્શનિસ્ટને ટાંકીને જણાવ્યું છે કે, અભિનેત્રીને 27મી તારીખે રાત્રે હાર્ટ એટેક આવ્યો હતો અને  તબીબે તેમને હવે મૃત જાહેર કરી છે. અહેવાલો અનુસાર, તેમના પતિ અને અભિનેતા પરાગ ત્યાગી તાત્કાલિક તેમને હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. શેફાલીના અચાનક દુનિયા છોડી દેવાથી મનોરંજન જગતમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

કૂપર હોસ્પિટલથી શેફાલી જરીવાલાના પતિનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે કારમાં બેઠેલો અને તૂટેલો દેખાય છે. કારની અંદર બેઠેલો પરાગ પોતાના ઉદાસ ચહેરાને હાથથી ઢાંકવાનો પ્રયાસ કરતો જોવા મળ્યો. ગાયક રાહુલ વૈદ્યએ પોતાની ઇન્સ્ટા સ્ટોરી પર અભિનેત્રીનો ફોટો પોસ્ટ કરીને શ્રદ્ધાંજલિ આપી છે. તેમણે લખ્યું છે, 'રેસ્ટ ઇન પીસ, તમે અમને ખૂબ વહેલા છોડીને જતા રહ્યાં' ગાયક મીકા સિંહે પણ શ્રદ્ધાંજલિ આપી અને લખ્યું, 'હું ખૂબ જ આઘાત અને દુઃખી છું, આપણો પ્રિય સ્ટાર અને એક સારો મિત્ર આપણને છોડીને ચાલ્યો ગયો.'