Connect Gujarat
મનોરંજન 

દિગ્ગજ અભિનેતાનું રવીન્દ્ર મહાજાનીનું નિધન, મરાઠી સિનેમાના વિનોદ ખન્ના કહેવામાં આવતા હતા....

મનોરંજન જગતમાંથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. બોલિવૂડના દિગ્ગજ અભિનેતા રવિન્દ્ર મહાજાનીનું નિધન થયું છે.

દિગ્ગજ અભિનેતાનું રવીન્દ્ર મહાજાનીનું  નિધન, મરાઠી સિનેમાના વિનોદ ખન્ના કહેવામાં આવતા હતા....
X

રવિન્દ્ર મહાજાનીને મરાઠી સિનેમાના વિનોદ ખન્ના કહેવામાં આવતા હતા. તેમણે 77 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા છે. અભિનેતાનો મૃતદેહ પૂણેના તાલેગાંવ-દાભાડે સ્થિત તેમના ઘરેથી મળી આવ્યો હતો.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર 77 વર્ષીય રવિન્દ્ર મહાજાનીનો મૃતદેહ પુણેના અંબી ગામમાં ભાડાના ફ્લેટમાંથી મળી આવ્યો હતો. આ ફ્લેટમાં એક્ટર્સ અવારનવાર આવતા-જતા રહેતા હતા.

શુક્રવારે અભિનેતાના ફ્લેટમાંથી આવતી દુર્ગંધ અંગે પડોશીઓએ પોલીસને જાણ કરી હતી. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે ફ્લેટનો દરવાજો તોડ્યો તો ફ્લેટની અંદરથી રવીન્દ્ર મહાજાનીની લાશ મળી આવી હતી. પોલી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો અને રવિન્દ્ર મહાજાનીના મૃત્યુની જાણ પરિવારજનોને કરી હતી.

તબીબોના જણાવ્યા અનુસાર રવિન્દ્ર મહાજનીનું મૃત્યુ લગભગ ત્રણ દિવસ પહેલા થયું હતું. નોંધનીય છે કે રવિન્દ્ર મહાજાની મરાઠી સિનેમાણઆ એક પીઢ અભિનેતા હતા. રવિન્દ્ર મહાજાનીએ હિન્દી ઉપરાંત મરાઠી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. તેણે ફિલ્મ 'સાત હિન્દુસ્તાની'થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન લીડ રોલમાં હતા.

આ ફિલ્મમાં રવિન્દ્રએ પોલીસ ઈન્સ્પેક્ટરની ભૂમિકા ભજવી હતી. અભિનેતાના નિધનના સમાચાર મળ્યા બાદ મરાઠી ફિલ્મ ઈન્ડસ્ટ્રી શોક વ્યક્ત કરી રહી છે.

Next Story