સલમાન ખાને આગામી ફિલ્મ કીક-2ની કરી જાહેરાત,લખ્યું ડેવિલ ઇઝ બેક !

એક તરફ જ્યાં સલમાન ખાનના ફેન્સ ફિલ્મ 'સિકંદર'ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, ત્યારે અભિનેતાએ 'કિક 2'ની જાહેરાત કરી છે. સેટ પરના તેના ફોટોશૂટની પહેલી તસવીર શેર કરી

New Update
salman

એક તરફ જ્યાં સલમાન ખાનના ફેન્સ ફિલ્મ 'સિકંદર'ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, ત્યારે અભિનેતાએ 'કિક 2'ની જાહેરાત કરી છે. સેટ પરના તેના ફોટોશૂટની પહેલી તસવીર શેર કરી છે. સલમાનની બોડી અને ડેશિંગ લુકે ફેન્સને પાગલ કરી દીધા છે.વર્ષ 2024માં સલમાનની એક પણ ફિલ્મ રિલીઝ થઈ નથી. તેની અગાઉની રિલીઝ ફિલ્મ 'ટાઈગર 3' હતી, જે વર્ષ 2023માં રિલીઝ થઈ હતી.

ત્યારથી ફેન્સ સલમાનની નવી ફિલ્મની રાહ જોઈ રહ્યા હતા. સલમાનને તેના ફેન્સ માટે 'સિકંદર' પછી 'કિક 2'ની જાહેરાત કરીને ડબલ ગિફ્ટ આપી છે.કિક 2'ની સલમાનની આ તસવીર જોઈને ચાહકો ખૂબ જ ખુશ છે. એક યુઝરે લખ્યું છે કે, લાગે છે કે સલમાન ભાઈ જોરદાર કમબેક કરશે. બીજા યુઝરે લખ્યું, 'એક જોરદાર હિટ આવી રહી છે. ભાઈજાન પાસે મજબૂત લાઇનઅપ છે. તો અન્ય એક ફેન્સે કમેન્ટ કરી કહ્યું, 'ડેવિલ ઈઝ બેક'.

Latest Stories