/connect-gujarat/media/post_banners/aa8727e6f2aef8c4ba5dd1e7c05e2a04663216f61db4b6fcf6cd49fdcc79f380.webp)
સલમાન ખાનની ફિલ્મ ટાઈગર 3 બોક્સ ઓફિસ પણ ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મ 12 નવેમ્બરના રોજ રીલીઝ થઈ હતી. આ ફિલ્મ દર્શકોને ખૂબ જ પસંદ આવી રહી છે. તમને આ ફિલ્મના કલેકશનનો આંકડો જોઈને નવાઈ લાગશે. આ વાત સાચી છે કે આ ફિલ્મે પેલા દિવસે એટલી બધી ખાસ કમાણી કરી ના હતી પરંતુ બીજા અને ત્રીજા દિવસે રેકોર્ડ બ્રેક કમાણી કરી હતી. આ મુવું દર્શકોને ખૂબ જ પસંદ પડી રહી છે. ટાઈગર 3 એ ચોથા દિવસે 22 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ કલેકસન હિન્દુ, તામિલ અને તેલુગુ ફિલ્મ માંથી મળીને છે. જ્યારે ફિલ્મે ત્રીજા દિવસે 40.05 કરોડ અને અને બીજા દિવસે 55. 77 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. જ્યારે આ ફિલ્મે પહેલા દિવસે 44.5 કરોડની કમાણી કરી હતી. તેલુગુમાં આ ફિલ્મે 1.15 કરોડ રૂપિયા અને તમિલમાં 15 લાખ રૂપિયાની કમાણી કરી છે. આ સાથે જ સલમાનની ફિલ્મ ટાઈગર 3 એ 4 દિવસમાં કુલ 168 કરોડ રૂપિયાની કમાણી કરી છે.