સલમાન ખાન ટાઇગર-3ના સેટ પર થયો ઘાયલ, ફોટો શેર કરી લખ્યું ટાઇગર જખ્મી હૈ..

New Update
સલમાન ખાન ટાઇગર-3ના સેટ પર થયો ઘાયલ, ફોટો શેર કરી લખ્યું ટાઇગર જખ્મી હૈ..

બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન 'કિસી કા ભાઈ કિસી કી જાન' બાદ હવે તેની નવી ફિલ્મ ટાઈગર 3ના શૂટિંગમાં વ્યસ્ત છે. હવે તેણે ફિલ્મના સેટ પરથી પોતાનો એક ફોટો શેર કર્યો છે, જેને જોઈને ચાહકો પોતાની ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. સલમાન ખાને જણાવ્યું કે તે 'ટાઈગર 3'ના સેટ પર ઘાયલ થયો હતો.


સલમાન ખાને તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર ફિલ્મ ટાઈગર 3 ના સેટ પરના તેના લેટેસ્ટ ફોટોની એક ઝલક બતાવી છે, જેમાં તેનો ચહેરો દેખાતો નથી, પરંતુ તેના ડાબા ખભા પર પેઈન રિલીવિંગ પેચ જોવા મળે છે. સલમાને કેપ્શનમાં જણાવ્યું કે કેવી રીતે તેના ખભામાં ઈજા થઈ. તેણે લખ્યું, 'જ્યારે તમને લાગે છે કે તમે દુનિયાનો ભાર તમારા ખભા પર ઉઠાવી લીધો છે, ત્યારે તે કહે છે કે દુનિયા છોડો, પાંચ કિલોનો ડમ્બેલ ઉઠાવીને બતાવો. #ટાઈગર જખ્મી હૈ.

ફોટામાં સલમાન ખાનની આ હાલત જોઈને ચાહકો તેના જલ્દી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા છે. અભિનેતાની પોસ્ટ પર ટિપ્પણી કરતા, એક યુઝરે લખ્યું, 'જલ્દી સ્વસ્થ થઈ જાઓ'. અન્ય એક યુઝરે કહ્યું. 'તમારી સંભાળ રાખો'. જ્યારે અન્ય એક પ્રશંસકે લખ્યું કે, શિકાર કરવા માટે જલ્દી સ્વસ્થ થઈ જાઓ. અન્ય એક પ્રશંસકે લખ્યું, 'ઘાયલ વાઘ વધુ ખતરનાક છે.'

Latest Stories