Connect Gujarat
મનોરંજન 

સલમાને બોડીગાર્ડ શેરાના બર્થ ડે પર ખાસ અંદાજમાં કર્યું બર્થ ડે વિશ

સલમાને બોડીગાર્ડ શેરાના બર્થ ડે પર ખાસ અંદાજમાં કર્યું બર્થ ડે વિશ
X

સલમાન ખાન પોતાની આસપાસના લોકોને ખૂબ જ પ્રેમ કરે છે અને તેમની સાથે એક ખાસ બોન્ડ શેર કરે છે. તેમનો કંઈક આવો જ બોન્ડ તેમના બોડીગાર્ડ શેરાની સાથે પણ છે. સલમાન ખાનની સાથે તેનો બોડીગાર્ડ શેરા પણ તેટલો જ ફેમસ છે.

શુક્રવારે શેરાએ પોતાનો બર્થ ડે સેલિબ્રેટ કર્યો. તેના આ સેલિબ્રેશનમાં સલમાન ખાને સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા વિશે કરીને ચાર ચાંદ લગાવી દીધી. આ ખાસ અવસર પર સંગીતા બિજલાનીએ પણ કમેન્ટ સેક્શનમાં શેરાને શુભકામનાઓ આપી.

સલમાન ખાને શેરાની સાથે ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો પોસ્ટ કર્યો છે. સલમાન અને શેરાનો આ જુનો ફોટો છે. જેમાં સલમાન જીંસની સાથે લાલ રંગની ફૂલ-સ્લીવ વાળી ટી-શર્ટ પહેરીને જોવા મળી રહ્યો છે તો ત્યાં જ શેરા પોતાની સામાન્ય ટી-શર્ટ અને જીંસ લુકમાં જોવા મળી રહ્યો છે.

શેરાએ ફોટોમાં સલમાનના ખભા પર પોતાનો હાથ મુક્યો હતો. પિક્ચર જોઈને લાગી રહ્યું છે કે આ સલમાન ખાનના ઘર પર ક્લિક કરવામાં આવી છે. આ પિક્ચરને પોસ્ટ કરતા સલમાને કેપ્શનમાં લખ્યું, "હેપ્પી બર્થ ડે શેરા, ભગવાન તમને આશિર્વાદ આપે. હંમેશા ખુશ રહો." આ પોસ્ટમાં સલમાને શેરાને ટેગ પણ કર્યો છે.

Next Story