'અસુર 2'નો ફર્સ્ટ લુક જોઈને તમારા રૂવાડા ઉભા થઈ જશે,વાંચો કયા પ્લેટફોર્મ પર રીલીઝ થશે આ વેબ સીરિઝ

લાંબા સમયની રાહ જોયા બાદ આખરે તે ક્ષણ આવી ગયો છે જેની બધા રાહ જોઈ રહ્યા હતા.

New Update
'અસુર 2'નો ફર્સ્ટ લુક જોઈને તમારા રૂવાડા ઉભા થઈ જશે,વાંચો કયા પ્લેટફોર્મ પર રીલીઝ થશે આ વેબ સીરિઝ

લાંબા સમયની રાહ જોયા બાદ આખરે તે ક્ષણ આવી ગયો છે જેની બધા રાહ જોઈ રહ્યા હતા. પોપ્યુલર હિંદુ સીરિઝ 'અસુર'ના બીજા પાર્ટની રિલીઝ ડેટની જાહેરાત થઈ ગઈ છે. શોના મેકર્સે તેનો ફર્સ્ટ લુક પણ ફેંસને આપ્યો છે.'અસુર 2'નો ફર્સ્ટ લુક જોઈને તમારા રૂવાડા ઉભા થઈ જશે. અરશદ વારસી અને બરૂન સોબતી સ્ટારર વેબ સીરિઝ 'અસુર' વર્ષ 2020માં રિલીઝ થઈ હતી. શરૂઆતથી જ તેને દર્શકોનો જબરદસ્ત રિસ્પોન્સ મળ્યો. સીરિઝની સ્ટોરી અને સ્ટાર્સના પરફોરમન્સના ખૂબ વખાણ થયા હતા.'અસુર'માં સાયન્સ, ધર્મ અને ક્રાઈનની વચ્ચે ફસાયેલી એક એવી સ્ટોરીને દર્શાવવામાં આવી છે. જેણે બધાના હોંશ ઉડાવી દીધા હતા. આ સસ્પેન્સ થ્રિલર સીરિઝમાં ક્રાઈમની સાથે સાથે ધર્મ અને માઈથોલોજીના ઈન્સ્ટન્ટ મિક્સે જ દર્શકોને પોતાના દિવાના બનાવ્યા. હવે તેને જ 'અસુર 2'ની સાથે મેકર્સ એક સ્ટેપ આગળ લઈને જવાના છે. સીરીઝનો પહેલો લુક ખૂબ જ જબરદસ્ત છે. આટલું જ નહીં આગળ ચાલીને આ બેસ્ટ હિંદી સીરિઝમાંથી એક પણ કહેવાશે. ત્યારથી જ ફેંસ તેના બીજા સીઝનની રાહ જોઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પર સતત 'અસુર 2' લાવવાની ડિમાન્ડ થઈ રહી છે.

Read the Next Article

TMKOC છોડ્યાના 8 વર્ષ બાદ દયાબેન દીકરા સાથે જોવા મળ્યાં, ચાહકો જોઈને દંગ રહી ગયા

દિલીપ જોશી અને મુનમુન દત્તા સ્ટારર શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' આ દિવસોમાં હેડલાઇન્સમાં છે. આ શો છેલ્લા 18 વર્ષથી ટીવી જગત પર રાજ કરી રહ્યો છે.

New Update
dayaaa

દિલીપ જોશી અને મુનમુન દત્તા સ્ટારર શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' આ દિવસોમાં હેડલાઇન્સમાં છે. આ શો છેલ્લા 18 વર્ષથી ટીવી જગત પર રાજ કરી રહ્યો છે. નિર્માતાઓ દરરોજ ટ્વિસ્ટ અને ટર્ન આપીને દર્શકોના દિલ જીતવાનું ચૂકતા નથી. 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' શોમાં દયાબેનનું પાત્ર ભજવનાર દિશા વાકાણીએ 8 વર્ષ પહેલા ટીવી જગતને અલવિદા કહ્યું હતું. તાજેતરમાં, દિશાનો લેટેસ્ટ ફોટો ઇન્ટરનેટ પર વાયરલ થયો હતો જેમાં અભિનેત્રીનો ચહેરો જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા હતા,

વાયરલ પોસ્ટ અહીં જુઓ.

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' શોમાં દયાબેનનું પાત્ર ભજવનાર દિશા વાકાણી લેટેસ્ટ ફોટોમાં એકદમ અલગ દેખાઈ રહી છે. દિશા વાકાણી બે બાળકોની માતા બની છે. આવી સ્થિતિમાં, 8 વર્ષ પછી દિશાનું પરિવર્તન ખૂબ જ આશ્ચર્યજનક છે. તસવીરમાં, દિશાએ ગુજરાતી સ્ટાઇલની સાડી પહેરી છે જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. લોકો માને છે કે લગ્ન અને ગર્ભાવસ્થા પછી દિશાનું વજન પણ વધ્યું છે. ચાહકો વર્ષો પછી તેમની દયાબેનને જોઈને ખૂબ ખુશ હતા. ચાહકો હજુ પણ ઇચ્છે છે કે દિશા 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' શોમાં પાછી ફરે કારણ કે તેના વિના વાર્તા ખાલી છે.

દિશાની આ નવીનતમ તસવીર સોશિયલ મીડિયા પર આગની જેમ વાયરલ થઈ રહી છે. આ સાથે, થોડા દિવસો પહેલા, શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ના સેટ પરથી સમાચાર આવ્યા હતા કે દિલીપ જોશી અને મુનમુન દત્તાએ તેને અલવિદા કહી દીધું છે. જોકે, નિર્માતાઓ અને કલાકારોએ પોતે આ અહેવાલોને ખોટા ગણાવ્યા હતા.