/connect-gujarat/media/post_banners/22fae9e4a819d913c170fd5d30f5e8d9f5428135f3c409b4816ba0bf6a11b7ad.webp)
બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાન વર્ષોથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં રાજ કરે છે એનએ આવતા વર્ષે તેની ત્રણ ફિલ્મો રિલીઝ થવા જઈ રહી છે. એવામાં સાઉદીમાં શાહરુખ ખાને તેની ફિલ્મ ડંકીનું શૂટિંગ પૂર્ણ કર્યા પછી મક્કા શહેરની તીર્થયાત્રા ઉમરાહમાં જોડાયા હતા.
જણાવી દઈએ કે આ એક એવી યાત્રા છે જે ગમે ત્યારે કરી શકાય છે. હાલ શાહરુખની આ યાત્રા દરમિયાન શાહરૂખ ખાનની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે અને વાયરલ થયેલ ફોટામાં જોઈ શકાય છે કે શાહરૂખ ખાન પોતાના શરીર પર સફેદ કપડામાં લપેટાયેલ અને માસ્ક પહેરેલા જોવા મળી રહ્યા છે આ સાથે જ એ વાયરલ તસવીરોમાં તેની આસપાસ ઘણા લોકો પણ દેખાય રહ્યા છે.
જણાવી દઈએ કે બુધવારે શાહરૂખ ખાને પોતાનો એક વીડિયો શેર કરતા કહ્યું હતું કે તેણે સાઉદી અરેબિયામાં તેની આવનારી ફિલ્મ 'ડંકી'નું શૂટિંગ પૂર્ણ કર્યું છે. જણાવી દઈએ કે આ ફિલ્મને રાજકુમાર હિરાની ડિરેક્ટ કરી રહ્યા છે અને આ પહેલીવાર છે જ્યારે શાહરૂખ અને રાજકુમાર હિરાની સાથે કામ કરી રહ્યા છે. આ સાથે જ શાહરૂખ ખાને સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો હતો જેમાં સાઉદી અરેબિયાના શાનદાર લોકેશનની ઝલક જોવા મળી હતી.