શિલ્પા શેટ્ટી ચારધામની યાત્રા પર, કેદારનાથના કર્યા દર્શન

શિલ્પા શેટ્ટી ચારધામની યાત્રા પર, કેદારનાથના કર્યા દર્શન
New Update

ગત શુક્રવારથી ચાર ધામ યાત્રાનો પ્રારંભ થયો છે. બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી પણ બાબા ભોલેનાથના દર્શન કરવા કેદારનાથ પહોંચી હતી. તેની સાથે તેની માતા, બહેન શમિતા શેટ્ટી અને પુત્રી સમિષા પણ દર્શન માટે ગયા હતા. શિલ્પાએ ઉત્તરાખંડના પહાડોનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.જ્યારે, તેનો બીજો વીડિયો પણ સામે આવ્યો છે જેમાં તે ચાહકો સાથે ફોટો ક્લિક કરતી જોવા મળી રહી છે.

આ વીડિયો તેણે નહીં પરંતુ એક ફેન્સે શેર કર્યો છે.2 દિવસ પહેલા શિલ્પા કામાખ્યા મંદિરમાં દર્શન કરવા ગઈ હતી. તે માતા સુનંદા શેટ્ટી સાથે અહીં પહોંચી હતી.સોશિયલ મીડિયા પર સામે આવેલા શિલ્પાના વીડિયોમાં તેણે પોતાની પુત્રીને તેડેલી છે અને તેની માતા અને બહેન પણ સાથે જોવા મળે છે. બધાએ કપાળ પર તિલક લગાવ્યું છે અને બ્લેક ચશ્મા પહેરેલા જોવા મળે છે. તેની આસપાસ ચાહકોની ભીડ છે, જેની સાથે તેણે તસવીરો પણ ક્લિક કરી છે

#Kedarnath #India #Chardham #Shilpa Shetty #ConnectGujarat
Here are a few more articles:
Read the Next Article