'આશિકી 2' ફેમ એક્ટ્રેસ શ્રદ્ધા કપૂરે બોયફ્રેન્ડ રાહુલ મોદીને ઈન્સ્ટાગ્રામ પર અનફોલો કરી દીધો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર શ્રદ્ધા અને રાહુલનું બ્રેકઅપ થઈ ગયું છે. માત્ર રાહુલ જ નહીં, એક્ટ્રેસે રાહુલની બહેન, તેના પ્રોડક્શન અને ડોગના પેજને પણ અનફોલો કર્યું છે.
જો કે આ પછી પણ રાહુલ શ્રદ્ધાને ફોલો કરી રહ્યો છે.થોડા સમય પહેલા શ્રદ્ધાએ તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર તસવીરો શેર કરી હતી. આ તસવીરોમાં તે R અક્ષરનું પેન્ડન્ટ પહેરેલી જોવા મળી હતી. આ તસવીરો સામે આવતાં જ ચાહકો અનુમાન લગાવી રહ્યા હતા કે તેણે રાહુલ મોદીના નામનું પેન્ડન્ટ પહેર્યું છે.છેલ્લા ઘણા દિવસોથી રાહુલ મોદીને શ્રદ્ધાનો બોયફ્રેન્ડ કહેવામાં આવી રહ્યો હતો. બંને અનંત-રાધિકાના પ્રી-વેડિંગમાં પણ સાથે જોવા મળ્યા હતા. રાહુલ મોદી 'તુ જૂઠી મેં મક્કાર', 'પંચનામા 2', 'સોનુ કે ટીટુ કી સ્વીટી' જેવી ફિલ્મોના લેખક છે.
શ્રદ્ધા કપૂરે બોયફ્રેન્ડ રાહુલ મોદી સાથે બ્રેકઅપ કર્યું! ઇન્સ્ટાગ્રામ પર અનફોલો કર્યો
મનોરંજન | સમાચાર, આશિકી 2' ફેમ એક્ટ્રેસ શ્રદ્ધા કપૂરે બોયફ્રેન્ડ રાહુલ મોદીને ઈન્સ્ટાગ્રામ પર અનફોલો કરી દીધો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર શ્રદ્ધા અને રાહુલનું બ્રેકઅપ
New Update
Latest Stories