હાલમાં જ દિપીકા પાદુકોણ તેના એક્સ બોયફ્રેન્ડઝને લઈને ચર્ચામાં આવી હતી. તેવા જ સમયે તેના એક એક્સ બોયફ્રેન્ડ સિદ્ધાર્થ માલ્યાએ સગાઈ કરી હોવાના સમાચાર સામે આવ્યા છે. સિદ્ધાર્થના પિતા વિજય માલ્યાનું બેન્ક લોન કૌભાડ બહાર આવ્યા બાદ વિજય માલ્યા ફરાર થઈ ગયા હતા. સિદ્ધાર્થે પોતાનાં સોશિયલ મીડિયા હેન્ડલ પર ગર્લફ્રેન્ડ જસ્મીનને પ્રપોઝ કરતી તસવીર શેર કરી છે.
સાથે સાથે તેની ગર્લફ્રેન્ડ સગાઈની રીંગ દર્શાવી રહી હોવાની તસવીરો પણ શેર કરી છે. સિદ્ધાર્થ અને જસ્મીન લાંબા સમયથી ડેટિંગ કરતાં હોવાનું તથા લિવ ઈનમાં રહેતાં હોવાનું કહેવાય છે. તાજેતરમાં દીપિકા પોતાના એક્સ બોયફ્રેન્ડઝ સાથેના સંબંધો મુદ્દે વિવાદમાં સપડાઈ છે. કરણ જૌહરના ચેટ શોમાં દીપિકાએ એમ કહ્યું હતું કે તે રણવીર સાથે રિલેશનશિપમાં હતી ત્યારે રણવીરે તેને ઔપચારિક પ્રપોઝ કર્યું ન હતું તે સમયગાળામાં તેણે અન્ય ચાર બોય ફ્રેન્ડઝ સાથે પણ સંબંધો રાખ્યા હતા.