Connect Gujarat
મનોરંજન 

સાઉથ ઈન્ડસ્ટ્રીના ફેમસ ડિરેક્ટર સિદ્દીકીએ 63 વર્ષની વયે થયું નિધન

સાઉથ ઈન્ડસ્ટ્રીના ફેમસ ડિરેક્ટર સિદ્દીકીએ 63 વર્ષની વયે થયું નિધન
X

સાઉથ ઇન્ડસ્ટ્રીઝને આજે મોટો ઝટકો લાગ્યો છે. ઈન્ડસ્ટ્રીના ફેમસ ડિરેક્ટર સિદ્દીકીએ 63 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા હતા. સિદ્દીકીએ 8 ઓગસ્ટે હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. હાર્ટ અટેકના કારણે તેમનું નિધન થયું છે. નોંધનીય છે કે સિદ્દીકીએ સલમાન ખાનની હિન્દી ફિલ્મ 'બોડીગાર્ડ'નું ડિરેક્શન કર્યું હતું.

સિદ્દીકીને સોમવારે હાર્ટ અટેક આવ્યો હતો જેના કારણે તરત જ તેઓને કોચીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ તે હોસ્પિટલ પહોંચે ત્યાં સુધીમાં તેમની હાલત અત્યંત ગંભીર બની ગઈ હતી. હોસ્પિટલના તબીબોએ સિદ્દીકીને બચાવવાના તમામ પ્રયાસો કર્યા પરંતુ તેઓ તેમને બચાવવામાં સફળ રહ્યા ન હતા.

મળતી માહિતી મુજબ, સિદ્દીકીના પાર્થિવ દેહને સવારે 9 થી 11:30 સુધી કડવંથરા સ્થિત રાજીવ ગાંધી ઇન્ડોર સ્ટેડિયમમાં રાખવામાં આવશે. આ પછી તેમના પાર્થિવ દેહને શ્રદ્ધાંજલિ આપવા માટે તેમના ઘરે રાખવામાં આવશે, ત્યારબાદ બુધવારે સાંજે 6 વાગ્યે સિદ્દીકીના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

Next Story