'સિંઘમ અગેઇન'ની ટીમે 11 હજાર બાળકોને ખવડાવ્યા વડાપાઉં, ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં મળ્યુ સ્થાન

આ દિવાળી પર 'સિંઘમ અગેઇન' સિનેમાઘરોમાં ધૂમ મચાવા માટે તૈયાર છે. અજય દેવગન અને રોહિત શેટ્ટીની જોડી હાલ ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. ફિલ્મના રિલીઝ પહેલા

New Update
sigham

આ દિવાળી પર 'સિંઘમ અગેઇન' સિનેમાઘરોમાં ધૂમ મચાવા માટે તૈયાર છે. અજય દેવગન અને રોહિત શેટ્ટીની જોડી હાલ ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. ફિલ્મના રિલીઝ પહેલા જ 'સિંઘમ અગેન'ની ટીમે ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં નામ સામેલ કરી લીધું છે.'સિંઘમ અગેઇન'ની ટીમે હજારો બાળકો માટે નાસ્તાની વ્યવસ્થા કરી હતી. અજય દેવગન અને રોહિત શેટ્ટીએ મુંબઈમાં બાળકોને 11,000 વડાપાઉંનું વિતરણ કરવા માટે ફૂડ ડિલિવરી એપ્લિકેશન સ્વિગી સાથે કોલેબ કર્યું, એક જ ડિલિવરીમાં સૌથી વધુ વડાપાઉં ઓર્ડર માટે નવો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બન્યો છે.

આ મોટો ઓર્ડર 'રોબિન હૂડ આર્મી'ના બાળકો માટે હતો. આ એક NGO છે અને તે મુંબઈમાં વિવિધ સ્થળોએ ફૂડ વિતરણ કરે છે.બાંદ્રા, જુહુ, અંધેરી પૂર્વ, મલાડ અને બોરીવલીની શાળાઓ સહિત મુંબઈમાં વિવિધ સ્થળોએ બાળકોને ડિલિવરી કરવામાં આવી હતી. આ રેકોર્ડ વિશે વાત કરતા રોહિત શેટ્ટીએ કહ્યું કે, તે અને તેની ટીમ આ રેકોર્ડ બ્રેકિંગ ડિલિવરી માટે સ્વિગી સાથે કોલેબ કરીને ખૂબ જ ખુશ છે. જેના દ્વારા બાળકોને ખાવાનો આનંદ મળ્યો. આ મોટો રેકોર્ડ બનાવવાનો ટાઈમ પણ ઘણો સારો માનવામાં આવી રહ્યો છે.

Latest Stories