દિવાળી પર સિંઘમ થિયેટરોમાં મચાવશે ધમાલ,રોહિત શેટ્ટીએ જાહેર કર્યું પોસ્ટર

મનોરંજન :સમાચાર : સિંઘમ ફ્રેન્ચાઇઝીની ત્રીજી ફિલ્મ 'સિંઘમ અગેઇન' દિવાળીના અવસર પર સિનેમાઘરોમાં રિલીઝ થશે. સિંઘમ અગેઈન' ફિલ્મમાં રોહિત શેટ્ટીની કોપ યુનિવર્સના ત્રણેય હીરો અક્ષય કુમાર, અજય દેવગન અને રણવીર સિંહ સાથે જોવા મળશે.

New Update
રોહિત શેટ્ટી

રોહિત શેટ્ટી

સિંઘમ ફ્રેન્ચાઇઝીની ત્રીજી ફિલ્મ 'સિંઘમ અગેઇન' દિવાળીના અવસર પર સિનેમાઘરોમાં રિલીઝ થશે. મેકર્સ દ્વારા આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે.'સિંઘમ અગેઈન' ફિલ્મમાં રોહિત શેટ્ટીની કોપ યુનિવર્સના ત્રણેય હીરો અક્ષય કુમાર, અજય દેવગન અને રણવીર સિંહ સાથે જોવા મળશે.

આ ફિલ્મમાં કરીના કપૂર અને દીપિકા પાદુકોણ પણ જોવા મળશે. અર્જુન કપૂર વિલનની ભૂમિકામાં છે.રોહિત શેટ્ટીએ પોસ્ટ સાથે કેપ્શનમાં લખ્યું- સિંહ આતંક મચાવે છે, ઘાયલ સિંહ વિનાશનું કારણ બને છે! આ દિવાળીએ થિયેટરોમાં ફરી મળીશું..

Latest Stories