સોનાક્ષી સિંહા એકટર ઝહીર ઇકબાલ સાથે 23 જૂને લગ્ન ગ્રંથીથી જોડાશે,કપલના પરિવારજનો જ રહેશે હાજર

બોલિવૂડ એક્ટ્રેસ સોનાક્ષી સિન્હા તેના પાર્ટનર અને બોલિવૂડ એક્ટર ઝહીર ઈકબાલ સાથે 23 જૂને મુંબઈમાં લગ્ન કરવા જઈ રહી છે. ઈન્ડિયા ટુડેના અહેવાલ મુજબ આ લગ્નમાં ફક્ત કપલના પરિવારના સભ્યો અને નજીકના મિત્રો જ હાજરી આપશે.

New Update
મનોરંજન

મનોરંજન

બોલિવૂડ એક્ટ્રેસ સોનાક્ષી સિન્હા તેના પાર્ટનર અને બોલિવૂડ એક્ટર ઝહીર ઈકબાલ સાથે 23 જૂને મુંબઈમાં લગ્ન કરવા જઈ રહી છે. ઈન્ડિયા ટુડેના અહેવાલ મુજબ આ લગ્નમાં ફક્ત કપલના પરિવારના સભ્યો અને નજીકના મિત્રો જ હાજરી આપશે. આ સિવાય સોનાક્ષીની તાજેતરમાં રિલીઝ થયેલી વેબ સિરીઝ 'હીરામંડી'ની સ્ટારકાસ્ટને પણ આ લગ્નમાં આમંત્રણ આપવામાં આવ્યું છે.

સૂત્રોનું માનીએ તો સોનાક્ષીના લગ્નનું આમંત્રણ મેગેઝીનના કવરની જેમ તૈયાર કરવામાં આવશે. તેના પર લખવામાં આવશે - 'અફવાઓ સાચી છે...' લગ્નમાં આવનાર તમામ મહેમાનોને ઔપચારિક રીતે હાજર રહેવા વિનંતી કરવામાં આવી છે. આ ઉજવણી મુંબઈમાં થઈ શકે છે. આ રેસ્ટોરાંની માલિક બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી છે.સોનાક્ષી અને ઝહીર લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. જો કે અત્યાર સુધી બંનેએ આ અંગે ખુલીને વાત કરી નથી કે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. બંનેની સોશિયલ મીડિયા પોસ્ટ્સ તેમના બોન્ડને જાહેર કરે છે. તાજેતરમાં જ સોનાક્ષીના જન્મદિવસ પર પણ ઝહીરે અભિનેત્રી સાથેના ઘણા ક્યૂટ ફોટા શેર કર્યા હતા.

Latest Stories