New Update
એક્ટ્રેસ સોનાક્ષી અને ઝહીરના લગ્નને લઈને દરરોજ નવા-નવા અપડેટ સામે આવી રહ્યા છે. 23 જૂને લગ્ન કરવા જઈ રહેલા બોલિવૂડ કપલ સોનાક્ષી અને ઝહીરના વેડિંગ ફંક્શનને લગતી વધુ એક વિગત સામે આવી છે.સોનાક્ષી અને ઝહીર લગ્નના ફંક્શન કોઈપણ પ્રકારની ઝાકમઝોળ વગર પૂરા કરવા માગે છે. ઇવેન્ટ માટે સોનાક્ષીએ પરંપરાગત પીળી અને ગુલાબી થીમ છોડીને સામાન્ય ડેકોરેશન પસંદ કર્યું છે.
23 જૂનના રોજ સવારે રજિસ્ટર્ડ મેરેજ કર્યા પછી કપલ મુંબઈના દાદરમાં બાસ્ટન રેરેસ્ટોરાંમાં સાંજે ઇન્ડસ્ટ્રીઝના મિત્રો માટે ભવ્ય રિસેપ્શન પાર્ટીનું આયોજન કરશે.આ પહેલાં સોનાક્ષી અને ઝહીરે સોમવારે રાત્રે બેચલર પાર્ટીની મજા માણી હતી. બંનેએ આ પાર્ટીની કેટલીક તસવીરો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી છે. આ પાર્ટીમાં સોનાક્ષીની નજીકની મિત્ર અને અભિનેત્રી હુમા કુરેશીએ પણ હાજરી આપી હતી.
Latest Stories