/connect-gujarat/media/post_banners/97d133a14e8f33b0035d6a6314f0f0b5f9faece828cda5e7df1248e85f69a2e3.webp)
સાઉથ સુપરસ્ટાર પ્રભાસની દેશ વિદેશમાં જબરદસ્ત ફેન ફોલોઈંગ છે. પ્રભાસ સોશિયલ મીડિયા પર વધુ એક્ટીવ રહેતા નથી, તેઓ ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર માત્ર અપકમિંગ ફિલ્મો વિશે અપડેટ શેર કરે છે. પ્રભાસ સોશિયલ મીડિયા પર્સનલ લાઈફની કોઈ અપડેટ શેર કરતા નથી. આ તમામ બાબતો વચ્ચે જાણવા મળ્યું છે કે, પ્રભાસનું ફેસબુક પેજ હેક થઈ ગયું છે.
અભિનેતાએ ખુદ આ વાતની જાણકારી આપી છે. પ્રભાસના ફેસબુક પેજ પરથી બે વિડીયો વાયરલ કરવામાં આવ્યા હતા. પ્રભાસના ફેસબુક પેજ પરથી હેકર્સે ‘અનલકી હ્યુમન’ અને ‘બોલ ફેલ્સ અરાઉન્ડ ધ વર્લ્ડ’ ટાઈટલ સાથે બે વિડીયો વાયરલ કર્યા હતા. ત્યારપથી પ્રભાસે પુષ્ટી કરી હતી કે, તેમના પેજ સાથે ‘કોમ્પ્રોમાઈઝ્ડ’ કરવામાં આવ્યું છે. તેમણે ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લખ્યું હતું કે, ‘નમસ્કાર, મારા ફેસબુક પેજ સાથે સાથે ‘કોમ્પ્રોમાઈઝ્ડ’ કરવામાં આવ્યું છે. તેને સોલ્વ કરવામાં આવી રહ્યું છે.’ પ્રભાસના ફેન્સને કંઈક ગરબડીનો શક થયો. ફેન્સે આ સમગ્ર મામલો પ્રભાસની સોશિયલ મીડિયા ટીમ સામે ઉઠાવ્યો.
હેકિંગ વિશે જાણ થતા પ્રભાસની ટીમ હરકતમાં આવી અને તાત્કાલિક એક્શન લેતા ઓફિશિયલ એકાઉન્ટ રિટ્રીવ કર્યું. પ્રભાસના ફેસબુક પેજ પર 24 મિલિયનથી વધુ ફોલોએર્સ છે, જ્યારે પ્રભાસ માત્ર એસ.એસ.રાજામૌલીને ફોલો કરે છે.