સાઉથના સુપરસ્ટાર રજનીકાંતને UAEના સંસ્કૃતિ અને પર્યટન વિભાગ તરફથી મળ્યા ગોલ્ડન વિઝા

New Update
સાઉથના સુપરસ્ટાર રજનીકાંતને UAEના સંસ્કૃતિ અને પર્યટન વિભાગ તરફથી મળ્યા ગોલ્ડન વિઝા

સાઉથના સુપરસ્ટાર રજનીકાંતને UAEના સંસ્કૃતિ અને પર્યટન વિભાગ તરફથી ગોલ્ડન વિઝા મળ્યા છે. તેઓ તાજેતરમાં અબુ ધાબી ગયા હતા, જેમાં તેમને આ સન્માન મળ્યું છે. તેમણે આ સન્માન માટે સરકાર અને લુલુ ગ્રુપના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર એમએ યુસુફ અલીનો આભાર માન્યો છે. અભિનેતાએ ખુશી વ્યક્ત કરતા UAE સરકારનો આભાર વ્યક્ત કર્યો. તેની તસવીર પણ સામે આવી છે, જે હવે ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે.

ટ્રેડ એનાલિસ્ટ રમેશ બાલાએ પોતાના X હેન્ડલ પર રજનીકાંતને વિઝા મળ્યાની તસવીર શેર કરતા લખ્યું, 'UAE કલ્ચર એન્ડ ટુરિઝમ ડિપાર્ટમેન્ટે સુપરસ્ટારને ગોલ્ડન વિઝા આપ્યા છે.' રજનીકાંતે પણ મીડિયા સાથે એક વીડિયો શેર કર્યો, જેમાં તેમણે કહ્યું, 'અબુ ધાબી સરકાર તરફથી પ્રતિષ્ઠિત UAE ગોલ્ડન વિઝા પ્રાપ્ત કરીને હું ખૂબ જ સન્માનિત અનુભવી રહ્યો છું. અબુ ધાબી સરકાર અને મારા સારા મિત્ર યુસુફ અલી, લુલુ ગ્રુપના સીએમડીનો આ વિઝા અને દરેક પ્રકારના સહયોગ માટે હું આભાર માનું છું.'

અબુ ધાબી એક્ઝિક્યુટિવ કાઉન્સિલના સભ્ય અને અબુ ધાબી સરકારના સંસ્કૃતિ અને પર્યટન વિભાગ (ડીસીટી)ના અધ્યક્ષ મોહમ્મદ ખલીફા અલ મુબારકે યુસેફની હાજરીમાં રજનીકાંતને ગોલ્ડન વિઝા સોંપ્યા. અભિનેતા યુસુફના ઘરે પણ ગયા હતા. ત્યાં તેમણે રોલ્સ રોયસ પણ ચલાવી હતી, જેનો વીડિયો અને ફોટો પણ વાયરલ થયા હતા.

Latest Stories