રંગમંચ અને ફિલ્મ અભિનેતા વિક્રમ ગોખલેનું નિધન

રંગમંચ અને ફિલ્મ અભિનેતા વિક્રમ ગોખલેનુ શનિવારે મલ્ટીપલ ઑર્ગન ફેલિયરના કારણે નિધન થયુ

New Update
રંગમંચ અને ફિલ્મ અભિનેતા વિક્રમ ગોખલેનું નિધન

રંગમંચ અને ફિલ્મ અભિનેતા વિક્રમ ગોખલેનુ શનિવારે મલ્ટીપલ ઑર્ગન ફેલિયરના કારણે નિધન થયુ છે. પ્રસિદ્ધ અભિનેતા પુણેમાં દીનાનાથ મંગેશકર હોસ્પિટલમાં 5 નવેમ્બરથી દાખલ થયા હતા. જો કે, તેમની તબિયત ખૂબ નાજુક હતી. હોસ્પિટલના એક નિવેદન મુજબ તેમના અંગોને બાલ ગંધર્વ રંગ મંદિર લઇ જવામાં આવશે અને અંતિમ સંસ્કાર વૈકુંઠમાં કરવામાં આવશે. તેમણે લાંબા સમય સુધી હિન્દી સિનેમામાં પોતાનુ યોગદાન આપ્યું હતુ. તો તેમના નિધન પર જાણીતી સેલિબ્રિટીઓએ ટ્વિટ કરીને શોક વ્યક્ત કર્યો.

સાંસદ પ્રકાશ જાવડેકરે ટ્વિટ કર્યુ, "તેમણે લખ્યું કે અનુભવી અભિનેતા વિક્રમ ગોખલેના નિધનથી હુ દુ:ખી છુ. તેઓ એક બહુમુખી અભિનેતા હોવાની સાથે એક પ્રતિબદ્ધ સામાજિક કાર્યકર્તા પણ હતા. તેમણે પોતાના અસાધારણ પ્રદર્શનથી મરાઠી, હિન્દી રંગમંચ અને ફિલ્મ ઉદ્યોગમાં એક ઊંડી છાપ છોડી છે. ઓમ શાંતિ!"

અક્ષય કુમારે પોતાના ટ્વિટમાં લખ્યું છે કે 'વિક્રમ ગોખલેજીના નિધન અંગે જાણીને મને વધારે દુ:ખ થયુ. તેમની સાથે ભૂલ ભુલૈયા, મિશન મંગલ જેવી ફિલ્મોમાં કામ કર્યુ. તેમની પાસેથી ઘણુ જાણવા મળ્યુ. ઓમ શાંતિ.' ભોજપુરી અભિનેતા રવિ કિશને લખ્યું છે કે 'મારા મનપસંદ અભનેતા વિક્રમ ગોખલે હવે આ દુનિયામાં રહ્યાં નથી. ભગવાન તેમની આત્માને શાંતિ આપે. ઓમ શાંતિ શાંતિ શાંતિ.'

Latest Stories