સ્ટેન્ડ અપ કોમેડિયન વીર દાસે રચ્યો ઇતિહાસ, ઇન્ટરનેશનલ એમી એવોર્ડ 2023માં બેસ્ટ યુનિક કોમેડી માટે જીતી ટ્રોફી

New Update
સ્ટેન્ડ અપ કોમેડિયન વીર દાસે રચ્યો ઇતિહાસ, ઇન્ટરનેશનલ એમી એવોર્ડ 2023માં બેસ્ટ યુનિક કોમેડી માટે જીતી ટ્રોફી

પ્રખ્યાત સ્ટેન્ડ અપ કોમેડિયન વીર દાસે ઇન્ટરનેશનલ એમી એવોર્ડ 2023માં બેસ્ટ યુનિક કોમેડી માટે ટ્રોફી જીતીને ઇતિહાસ રચ્યો. નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થતા શો 'વીર દાસ લેન્ડિંગ' માટે વીર દાસને એમી ઈન્ટરનેશનલ એવોર્ડ મળ્યો છે. 'વીર દાસ લેન્ડિંગ'ની સાથે 'ડેરી ગર્લ્સ સીઝન 3'ને કોમેડી માટે એમી ઈન્ટરનેશનલ એવોર્ડ્સ પણ એનાયત કરવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે ન્યૂયોર્કમાં 51મો એમી ઈન્ટરનેશનલ એવોર્ડ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.

નોંધનીય છે કે આ પહેલા 2021માં પણ વીર દાસને તેના કોમેડી શો 'ટુ ઈન્ડિયા' માટે એમી ઈન્ટરનેશનલ એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવ્યો હતો પરંતુ તે પછી તે આ એવોર્ડ જીતી શક્યો ન હતો. આ વર્ષે, 'દિલ્હી ક્રાઈમ 2' (નેટફ્લિક્સ) માટે અભિનેત્રી શેફાલી શાહ અને 'રોકેટ બોયઝ 2' (સોની લિવ) માટે અભિનેતા જિમ સરબને પણ આંતરરાષ્ટ્રીય એમી એવોર્ડ્સ માટે નામાંકિત કરવામાં આવ્યા હતા.

Latest Stories