સ્ટેન્ડઅપ કોમેડિયન મુનાવર ફારુકીની તબિયત લથડી, હોસ્પિટલમાં દાખલ

New Update
સ્ટેન્ડઅપ કોમેડિયન મુનાવર ફારુકીની તબિયત લથડી, હોસ્પિટલમાં દાખલ

સ્ટેન્ડઅપ કોમેડિયન મુનાવર ફારુકીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. કોમેડિયનના નજીકના મિત્ર નીતિન મંઘાણીએ તસવીર શેર કરીને આ માહિતી આપી છે. સોશિયલ મીડિયા પર પણ ઘણા ચાહકો તેના વિશે ચિંતિત છે. ટ્વિટર પર પણ 'GET WELL SOON MUNAWAR' ટ્રેન્ડ શરૂ થયો છે. જ્યાં સ્ટેન્ડઅપ કોમેડિયનના ચાહકો તેના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી રહ્યા છે. સાથે જ તેનો એક ફોટો પણ સામે આવ્યો છે જેમાં તે હોસ્પિટલમાં દાખલ જોવા મળે છે.

બિઝનેસમેન નીતિન મંઘાણી વિશે એવું કહેવાય છે કે તે મુનાવર ફારુકીના નજીકના મિત્ર છે. તેમણે 24મી મેની સાંજે પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી પોસ્ટ કરી હતી. તસવીરમાં તમે જોઈ શકો છો કે મુનાવર ફારૂકી બેભાન અવસ્થામાં બેડ પર જોવા મળે છે અને તેને ગ્લુકોઝ આપવામાં આવી રહ્યું છે. આ શેર કરતા તેણે લખ્યું, 'મારા ભાઈ મુનવર ફારૂકીને ઘણી શક્તિ મળે અને તે જલ્દી સ્વસ્થ થઈ જાય.'

Latest Stories