દેશની સૌથી મોટી વોર ફિલ્મ,સની દેઓલ અલગ અંદાજમાં બોર્ડર-2ની કરી જાહેરાત

સની દેઓલ એ ગુરુવારે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી હતી. જેમાં તેણે બોર્ડર 2 ની એક ઝલક પણ દેખાડી દીધી.

New Update
Border

બ્લોકબસ્ટર સાબિત થયેલી ફિલ્મ બોર્ડરના 27 વર્ષ પછી બોર્ડર 2 ફિલ્મ આવી રહી છે. બોર્ડર 2 ફિલ્મનું અનાઉન્સમેન્ટ સની દેઓલ એ જોરદાર અંદાજમાં કર્યું છે.

સની દેઓલ એ ગુરુવારે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી હતી. જેમાં તેણે બોર્ડર 2 ની એક ઝલક પણ દેખાડી દીધી. ઈંસ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલા આ વીડિયોમાં સની દેઓલના અવાજમાં દમદાર ડાયલોગ સાંભળવા મળે છે. એટલે કે સની દેઓલના દમદાર અવાજમાં બોર્ડર 2 ફિલ્મનું અનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું છે.આ ફિલ્મના પ્રોડ્યુસર ભૂષણ કુમાર, કૃષ્ણ કુમાર, જેપી દત્તા અને નિધી દત્તા હશે આ ફિલ્મનું ડિરેક્શન અનુરાગ સિંહ કરશે. ફિલ્મમાં સની દેઓલ હશે તે વાત તો કન્ફર્મ છે પરંતુ તેની સાથે અન્ય કયા કલાકારો હશે તે જાણવા લોકોને ઉત્સુકતા વધી ગઈ છે.
Latest Stories