સુપરસ્ટાર રજનીકાંતને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી,હાર્ટની સર્જરી કરવામાં આવી

સુપરસ્ટાર રજનીકાંતને પેટમાં દુખાવાની ફરિયાદ બાદ 30 સપ્ટેમ્બરની મોડી રાત્રે ચેન્નઈની અપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.ત્યારથી ફેન્સ અભિનેતાના સ્વાસ્થ્યને લઈને ચિંતિત

New Update
newsilend 1

સુપરસ્ટાર રજનીકાંતને પેટમાં દુખાવાની ફરિયાદ બાદ 30 સપ્ટેમ્બરની મોડી રાત્રે ચેન્નઈની અપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારથી ફેન્સ અભિનેતાના સ્વાસ્થ્યને લઈને ચિંતિત હતા. હોસ્પિટલમાં સારવાર બાદ, અભિનેતાને 3 ઓક્ટોબરની રાત્રે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. જે બાદ હવે ફેન્સના જીવમાં જીવ આવ્યો છે.

રજનીકાંતને 3 ઓક્ટોબરે લગભગ 11 વાગ્યે ચેન્નાઈની એપોલો હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. અભિનેતાને બ્લડ વૈશલમાં સોજો હતો એટલે સારવાર માટે હાર્ટની સર્જરી કરવામાં આવી હતી. જ્યાં ટ્રાન્સકેથેટર પદ્ધતિનો ઉપયોગ કરીને તેની મહાધમનીમાં સ્ટેન્ટ મૂકવામાં આવ્યું હતું. 1 ઓક્ટોબરના રોજ સફળ સર્જરી પછી, અભિનેતા બે દિવસ સુધી ડોકટરોના નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા હતા.ડોકટરોએ રજનીકાંતને થોડા અઠવાડિયા માટે આરામ કરવાની સલાહ આપી છે, ડોકટરો તરફથી લીલી ઝંડી મળ્યા બાદ તે નિર્દેશક લોકેશ કનાગરાજની ફિલ્મ 'કુલી'માં કામ શરૂ કરશે. હોસ્પિટલમાં દાખલ થવાને કારણે રજનીકાંતના ચાહકોની ચિંતા વધી ગઈ હતી, પરંતુ તેમની પત્ની લતા રજનીકાંતે સોમવારે અભિનેતાના સ્વાસ્થ્ય વિશે અપડેટ આપતાં કહ્યું હતું કે, "બધું બરાબર છે."

Latest Stories