સુરત : “મેચ ફિક્સિંગ” ફિલ્મનું પ્રી-રીલીઝ સ્ક્રિનિંગ યોજાયું, અભિનેતા મનોજ જોષી રહ્યા ઉપસ્થિત...

'ધ ગેમ બિહાઈન્ડ સેફ્રોન ટેરર' પુસ્તક આધારિત ફિલ્મ “મેચ ફિક્સિંગ” ધ નેશન એટ સ્ટેક મુવીનું પ્રી-રીલીઝ સ્ક્રિનિંગ સુરત ખાતે જાણીતા ફિલ્મ અભિનેતા મનોજ જોષી તેમજ ફિલ્મ નિર્દેશક પલ્લવી ગુર્જર સહિતના કલાકારોની ઉપસ્થિતીમાં યોજાયું

New Update
Advertisment
  • ધ ગેમ બિહાઈન્ડ સેફ્રોન ટેરર પુસ્તક આધારિત ફિલ્મ મેચ ફિક્સિંગ

  • મેચ ફિક્સિંગ” ધ નેશન એટ સ્ટેકનું પ્રી-રીલીઝ સ્ક્રિનિંગ યોજાયું

  • આ ફિલ્મ આગામી તા. 10 જાન્યુઆરી-2025ના રોજ થશે રીલીઝ

  • બોલીવુડના જાણીતા ફિલ્મ અભિનેતા મનોજ જોષી રહ્યા ઉપસ્થિત

  • ફિલ્મ નિર્દેશક પલ્લવી ગુર્જર સહિતના કલાકારોની પણ ઉપસ્થિતી

Advertisment

 આગામી તા. 10 જાન્યુઆરી-2025ના રોજ રીલીઝ થનારી ફિલ્મ મેચ ફિક્સિંગ” ધ નેશન એટ સ્ટેકનું પ્રી-રીલીઝ સ્ક્રિનિંગનું સુરત ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જાણીતા ફિલ્મ અભિનેતા મનોજ જોષી તેમજ ફિલ્મ નિર્દેશક પલ્લવી ગુર્જર સહિતના કલાકારો ઉપસ્થિત રહ્યા હતા.

'ધ ગેમ બિહાઈન્ડ સેફ્રોન ટેરરપુસ્તક આધારિત ફિલ્મ મેચ ફિક્સિંગ” ધ નેશન એટ સ્ટેક મુવીનું પ્રી-રીલીઝ સ્ક્રિનિંગ સુરત ખાતે જાણીતા ફિલ્મ અભિનેતા મનોજ જોષી તેમજ ફિલ્મ નિર્દેશક પલ્લવી ગુર્જર સહિતના કલાકારોની ઉપસ્થિતીમાં યોજાયું હતું. ફિલ્મના નિર્દેશક પલ્લવી ગુર્જરએ જણાવ્યુ હતું કેઆગામી તા. 10 જાન્યુઆરી-2025ના રોજ રીલીઝ થવા જઈ રહેલી મુવી મેચ ફિક્સિંગ” ધ નેશન એટ સ્ટેક ફિલ્મ કે.એસ.ખટાના દ્વારા લખાયેલ પુસ્તક 'ધ ગેમ બિહાઈન્ડ સેફ્રોન ટેરરપર આધારિત છે.

આ ફિલ્મ ભારતીય પ્રેક્ષકોને આજની દુનિયામાં સામાન્ય માણસની નજર સમક્ષ પડદા પાછળ શું થાય છેતેનું સત્ય બતાવે છે. જેમાં કેવી રીતે રાજકારણવ્યક્તિગત લાભધર્મ અને વિનાશ વચ્ચેની રેખાઓ ઝાંખી પડી ગઈ છેતે સ્પષ્ટ દર્શાવાયુ છે.

આ ફિલ્મ એક તીવ્ર વિવેચન આપે છે કેકેવી રીતે રાજકારણ અને સુરક્ષા વચ્ચેનું ખતરનાક આંતરછેદ દેશની સુખાકારી માટે જોખમી બની શકે છે. એટલું જ નહીં26/11 પછીની ઘટનાઓ અને તેની પાછળનું ષડયંત્રસમજોતા એક્સપ્રેસમાં બ્લાસ્ટનો મામલો જેવી ઘટના આ મુવીમાં બતાવામાં આવી છે.

Latest Stories