Connect Gujarat
મનોરંજન 

બોલીવુડના ‘કિંગ ખાન’ સામે રાજકુમારનું સરેન્ડર!! જવાન ફિલ્મના કારણે સ્ત્રી 2 ની રીલીઝ ડેટ લંબાવાઇ.....

હિંદી સિનેમાના બાદશાહ શાહરુખ ખાનની ફિલ્મ જવાનને દર્શકોનો ભરપૂર પ્રેમ મળી રહ્યો છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખૂબ કમાણી કરી રહી છે.

બોલીવુડના ‘કિંગ ખાન’ સામે રાજકુમારનું સરેન્ડર!! જવાન ફિલ્મના કારણે સ્ત્રી 2 ની રીલીઝ ડેટ લંબાવાઇ.....
X

હિંદી સિનેમાના બાદશાહ શાહરુખ ખાનની ફિલ્મ જવાનને દર્શકોનો ભરપૂર પ્રેમ મળી રહ્યો છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખૂબ કમાણી કરી રહી છે. આ અઠવાડિયે પણ શાહરૂખ ખાનની ફિલ્મ જવાનની સામે કોઈ મોટી હિંદી ફિલ્મ રિલીઝ થઈ રહી નથી. અભિનેતા શાહરૂખ ખાનની ફિલ્મો જ્યારે રિલીઝ થાય છે તો તેમની ફિલ્મોની સામે લગભગ 2 અઠવાડિયા સુધી કોઈ અન્ય મોટા સ્ટારની ફિલ્મ રિલીઝ થતી નથી, જેનો ભરપૂર ફાયદો શાહરૂખ ખાનની ફિલ્મને મળે છે. આ અઠવાડિયે એટલે કે 15 સપ્ટેમ્બરે પણ કોઈ મોટી ફિલ્મ રિલીઝ થઈ રહી નથી. 15 સપ્ટેમ્બરે અભિનેતા રાજકુમાર રાવની ફિલ્મ સ્ત્રી રિલીઝ થવાની હતી પરંતુ હવે આ ફિલ્મની પણ રિલીઝ ડેટ લંબાવાઈ છે. મળતી માહિતી અનુસાર અભિનેતા રાજકુમાર રાવની ફિલ્મ સ્ત્રીની રિલીઝ ડેટ 15 સપ્ટેમ્બર 2023 રાખવામાં આવી હતી. આ વિશે જ્યારે ફિલ્મના નિર્દેશક તુષાર હીરાનંદાની સાથે વાત કરવામાં આવી તો તેમણે જણાવ્યુ કે ફિલ્મ સ્ત્રીની રિલીઝ ડેટ નવેમ્બર, ડિસેમ્બર સુધી ટાળી દેવાઈ છે. અત્યાર સુધી નવી રિલીઝ ડેટ ફાઈનલ થઈ નથી અને તેથી સત્તાવાર જાહેરાત બાદમાં કરવામાં આવશે.

Next Story