“તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા”એક્ટર શૈલેષ લોઢાના પિતાનું થયું નિધન

Featured | મનોરંજન | સમાચાર , તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોમાં તારક મહેતાનો રોલ નિભાવી ચુકેલા એક્ટર શૈલેષ લોઢા પર મોટી આફત આવી છે. એક્ટરના પિતાનું નિધન

New Update
tarak

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોમાં તારક મહેતાનો રોલ નિભાવી ચુકેલા એક્ટર શૈલેષ લોઢા પર મોટી આફત આવી છે. એક્ટરના પિતાનું નિધન થઈ ગયું છે. આ વાતની જાણકારી શૈલેષ લોઢાએ સોશિયલ મીડિયા પર આપી છે. શૈલેષે પિતાના મોત બાદ એવી લાઈન લખી છે, જેને વાંચીને તમને પણ આંખમાં આંસુ આવી જશે. એક્ટરની આ પોસ્ટ જોતજોતામાં વાયરલ થઈ ગઈ અને સૌ કોઈ એક્ટરના પિતાને સોશિયલ મીડિયા પર શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

 પિતાના મોતથી શૈલેષ લોઢાનું હ્દય ભરાઈ આવ્યું. એક્ટરે ભારે હ્દયથી સોશિયલ મીડિયા પર પિતા સાથેની એક જૂની તસવીર શેર કરી અને એવી વાત લખી કે સૌ કોઈ વાંચીને ભાવૂક થઈ જાય. એક્ટરે લખ્યું છે કે, જો ભી હુંઆપ કી પરછાઈ હું..આજ સુબહ કે સૂરજે જગત તો રોશન કિયા પર હમારી જિંદગીમાં અંધેરા હો ગયાપાપા ને દેહ ત્યાગ દીઆંસુઓ કી ભાષા હોતી તો કુછ લિખ પાતા..એક બાર ફિર સે કહ દીઝિયે ના ….બબલૂ.

Latest Stories