પ્રતિભાશાળી અભિનેત્રી Praveena Deshpandeનું 60 વર્ષની ઉંમરે થયું નિધન, હિન્દી અને મરાઠી ફિલ્મ અને ટેલિવિઝન જગતમાં શોકની લાગણી છવાઈ

હિન્દી અને મરાઠી ફિલ્મ અને ટેલિવિઝન જગતમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. પ્રતિભાશાળી અભિનેત્રી Praveena Deshpandeનું 17 ફેબ્રુઆરી 2026ના રોજ 60 વર્ષની ઉંમરે નિધન થયું છે.

New Update
cssschh

હિન્દી અને મરાઠી ફિલ્મ અને ટેલિવિઝન જગતમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. પ્રતિભાશાળી અભિનેત્રી Praveena Deshpandeનું 17 ફેબ્રુઆરી 2026ના રોજ 60 વર્ષની ઉંમરે નિધન થયું છે. છેલ્લા કેટલાંક વર્ષોથી તેઓ ગંભીર બિમારીથી પીડાઈ રહ્યા હતા અને પરિવારજનોના જણાવ્યા અનુસાર મલ્ટિપલ માયલોમા જેવી ગંભીર બિમારીને કારણે તેમણે અંતિમ શ્વાસ લીધા. 

2019થી તેમની તબિયત નાજુક રહેતી હતી, છતાં પણ તેઓ કામ પ્રત્યે સમર્પિત રહ્યા. પ્રવીના દેશપાંડેનું અંતિમ સંસ્કાર મુંબઈના અંધેરી પૂર્વ સ્થિત ચકલા પારસીવાડા વિસ્તારમાં આવેલા હિંદુ શમશાન ખાતે બપોરે 3 વાગ્યે કરવામાં આવ્યું. તેમના અવસાનના સમાચાર સોશિયલ મીડિયા પર ઝડપથી ફેલાયા અને ફિલ્મ તથા ટીવી જગતના અનેક કલાકારો અને ચાહકોએ તેમને શ્રદ્ધાંજલિ અર્પી.
પ્રવીનાએ તેમના કારકિર્દીમાં થિયેટરથી લઈને ફિલ્મો, ટેલિવિઝન શોઝ અને વેબ સીરિઝ સુધી વિવિધ માધ્યમોમાં કામ કર્યું હતું. તેઓએ પોતાની મજબૂત અભિનય શક્તિથી દરેક ભૂમિકામાં અલગ છાપ છોડી. થોડા સમય પહેલાં આવેલી Tashkent Files જેવી વેબ સિરીઝમાં તેઓ જોવા મળ્યા હતા. આ સિરીઝનું દિગ્દર્શન નિરજ પાંડેએ કર્યું હતું અને તેમાં તેમની ભૂમિકા ખાસ નોંધપાત્ર રહી હતી.

ફિલ્મી કારકિર્દીમાં પણ તેમણે મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સમાં કામ કર્યું. સલમાન ખાનની ફિલ્મ રેડ્ડીમાં તેમની સહાયક ભૂમિકા દર્શકોને પસંદ આવી હતી. ઉપરાંત જોન અબ્રાહમની ફિલ્મ Parmanu: The Story of Pokhran, Sidharth Malhotra અભિનીત Ek Villain અને રિચા ચક્રવર્તીની Jalebi જેવી ફિલ્મોમાં પણ તેઓ જોવા મળ્યા હતા.

Latest Stories