Connect Gujarat
મનોરંજન 

તારક મહેતા… શોના ફેન્સ માટે આવી ગયા છે GOOD NEWS, અસિત મોદી બનાવશે ફિલ્મ, TMKOC યુનિવર્સની કરી જાહેરાત

જેઠાલાલ, દયા ભાભી, બબીતા જી, આજે આ નામ દરેક ઘરમાં લોકપ્રિય છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા વર્ષ 2008 થી સતત લોકોને હસાવતી રહી છે.

તારક મહેતા… શોના ફેન્સ માટે આવી ગયા છે GOOD NEWS, અસિત મોદી બનાવશે ફિલ્મ, TMKOC યુનિવર્સની કરી જાહેરાત
X

જેઠાલાલ, દયા ભાભી, બબીતા જી, આજે આ નામ દરેક ઘરમાં લોકપ્રિય છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા વર્ષ 2008 થી સતત લોકોને હસાવતી રહી છે. જો કે આ શો હવે માત્ર ટીવી પૂરતો મર્યાદિત નથી રહ્યો. ગયા વર્ષે નિર્માતાઓ શો પર આધારિત કાર્ટૂન સિરીઝ પણ લાવ્યા હતા. તે જ સમયે તાજેતરમાં જ નિર્માતાઓએ બાળકોને તારક મહેતા શો રાઇમ્સની ભેટ પણ આપી છે.

અસિત કુમાર મોદીએ ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે, તેમના શોને 15 વર્ષથી લોકોનો પ્રેમ મળી રહ્યો છે. લોકો હજી પણ તેનો શો જોઈ રહ્યા છે, તેથી તેણે શો સાથે સંકળાયેલા દરેક પાત્ર સાથે સંબંધિત કંઈક કરવાનું વિચાર્યું. એટલા માટે તેણે એક એવી ગેમ બનાવી છે જેને લોકો જ્યારે ઇચ્છે ત્યારે, જ્યાં ઇચ્છે ત્યાં રમી શકે છે. અસિત મોદીએ એમ પણ જણાવ્યું કે, તેમણે Tmkoc યુનિવર્સ બનાવવાનું પણ વિચાર્યું છે. તેમનો ઉદ્દેશ્ય એ છે કે તેમની પાસે દરેક ઉંમરના લોકો માટે કંઈક ને કંઈક છે અને દરેક ઉંમરના લોકો તેમના શો સાથે જોડાઈ શકે છે. તેને શો પર આધારિત ફિલ્મ બનાવવા વિશે પણ પૂછવામાં આવ્યું હતું કે શું તેની પાસે આવી કોઈ યોજના છે. જેના જવાબમાં તેણે હા પાડી હતી. એટલે કે આવનારા સમયમાં દર્શકોને ફિલ્મ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા પણ જોવા મળી શકે છે. અસિત મોદીએ કહ્યું હતું કે, આ એક એનિમેટેડ ફિલ્મ હશે. તમને જણાવી દઈએ કે, આ શોનો પહેલો એપિસોડ 28 જુલાઈ 2008ના રોજ ટેલિકાસ્ટ કરવામાં આવ્યો હતો, ત્યારબાદ લોકોને હસાવવાની પ્રક્રિયા ચાલુ છે.

Next Story