'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં દયાની વાપસી કન્ફર્મ, ફરીથી ગોકુલધામ 'હે મા માતાજી'થી ગુંજી ઉઠશે

New Update
'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં દયાની વાપસી કન્ફર્મ, ફરીથી ગોકુલધામ 'હે મા માતાજી'થી ગુંજી ઉઠશે

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં દયાભાભીનો રોલ નિભાવનાર દિશા વાકાણી ફેન્સમાં ઘણાં જ લોકપ્રિય છે. દિશા વાકાણી 2017થી શોમાં જોવા મળતાં નથી. ચાહકો દિશા વાકાણીને ઘણી જ મિસ કરે છે. પરંતુ હવે દર્શકોની આતુરતાનો અંત થોડા જ સમયમાં આવી જશે. હાલમાં જ આ શોને 15 વર્ષ પુરા થયા છે. આ ખાસ દિવસે શો સાથે સંકળાયેલા તમામ કલાકારોએ દર્શકોનો તેમના પર અપાર પ્રેમ વરસાવવા બદલ આભાર માન્યો છે.

જો કે, લોકો શોની આખી સ્ટાર કાસ્ટને પસંદ કરે છે. હાલમાં જ એવા સમાચાર પણ આવ્યા હતા કે દયા ભાભી ટૂંક સમયમાં પરત ફરવાના છે. આ દરમિયાન શોના 15 વર્ષ પૂરા થવાની ખુશીમાં મેકર્સે દયા ભાભીની કમબેક અંગે મોટી જાહેરાત કરી છે. 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના નિર્માતા અસિત મોદીએ 15 વર્ષ પૂરા થવાના ખાસ દિવસ પર જાહેરાત કરી કે તેઓ ટૂંક સમયમાં જ દયા ભાભીને પરત લાવવાના છે. તેમણે આ વિશે વધુમાં કહ્યું, '15 વર્ષની આ યાત્રા પૂર્ણ કરવા પર દરેકને અભિનંદન.

દિશા વાકાણી ઉર્ફે દયા ભાભીને આપણે ક્યારેય ભૂલી ન શકીએ એવા કલાકાર. તેણે ફક્ત ફેન્સ જ નહીં પરંતુ વર્ષોથી અમને પણ ખૂબ હસાવ્યા છે. ફેન્સ તેમના કમબેકની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે અને હું તમને વચન આપું છું કે દિશા વાકાણી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં ખૂબ જ જલ્દી પાછા આવી રહ્યા છે.

Latest Stories