'ધ બેટલ સ્ટોરી ઓફ સોમનાથ'નું ટીઝર રિલીઝ, આ ફિલ્મ મહમૂદ ગઝનવીએ કરેલા હુમલા પર આધારિત, 12 ભાષામાં રિલીઝ થશે

સમગ્ર ભારતની ફિલ્મ 'ધ બેટલ સ્ટોરી ઓફ સોમનાથ'નું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે.

New Update
'ધ બેટલ સ્ટોરી ઓફ સોમનાથ'નું ટીઝર રિલીઝ, આ ફિલ્મ મહમૂદ ગઝનવીએ કરેલા હુમલા પર આધારિત, 12 ભાષામાં રિલીઝ થશે

નિર્માતાઓએ શનિવારે એનિમેટેડ ટીઝર રિલીઝ કરીને ફિલ્મની જાહેરાત કરી હતી. ટીઝરમાં નિર્માતાઓએ ભગવાન શિવના પ્રથમ જ્યોતિર્લિંગની કથા દર્શાવી છે. એવું કહેવામાં આવે છે કે સતયુગમાં ચંદ્રદેવે તેને સોનામાંથી બનાવ્યું હતું. 

આ પછી રાવણે ત્રેતાયુગમાં તાંબાનું બનાવેલું અને પછી દ્વાપરયુગમાં શ્રી કૃષ્ણએ તેને લાકડાનું બનાવ્યું. ફિલ્મની વાર્તા ઈ.સ. 1025માં મહમૂદ ગઝનવી દ્વારા સોમનાથ મંદિર પર કરાયેલા હુમલાની આસપાસ વણાયેલી છે. ટીઝરમાં મેકર્સે બતાવ્યું છે કે, ઇતિહાસમાં આ એકમાત્ર યુદ્ધ હતું જે સામાન્ય લોકોએ સાથે મળીને લડ્યું હતું.

આ યુદ્ધમાં 50 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા. એવું કહેવાય છે કે, ગઝનવીએ સોમનાથ મંદિરમાંથી 20 લાખ દિનારની સંપત્તિ લૂંટી હતી. આ સાથે તેણે મંદિરની મૂર્તિઓ અને જ્યોતિર્લિંગના ટુકડા કરી નાખ્યા. ફિલ્મના ટીઝરમાં સોમનાથ મંદિર પર હુમલા બાદ થયેલા પુનઃનિર્માણનો પણ ઉલ્લેખ છે.

છેલ્લી વખત તેનું નવીનીકરણ ભારતના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. તેનું નિર્માણ '2 ઇડિયટ ફિલ્મ્સ' અને મનીષ મિશ્રા દ્વારા કરવામાં આવ્યું છે. જ્યારે, આ ફિલ્મ અનૂપ થાપા દ્વારા લખવામાં અને નિર્દેશિત કરવામાં આવી છે. તે 12 ભાષાઓમાં રિલીઝ થશે.

#teaser release #New Teaser Released #The bottle story of somnath
Latest Stories