Connect Gujarat
મનોરંજન 

આજે સિનેમાઘરોમાં રીલીઝ થઈ ફિલ્મ ‘મિશન રાણીગંજ ધ ગ્રેટ ભારત રેસક્યું’ સત્યઘટના પર આધારિત ફિલ્મ જોઈ દર્શકો બન્યા ભાવુક…

ફિલ્મમાં અક્ષય કુમારે રિયલ લાઈફ હીરો જસવંત ગિલની ભૂમિકા ભજવી છે. આ ફિલ્મમાં પરિણીતી ચોપરા અક્ષયની પત્નીના રોલમાં જોવા મળી રહી છે.

આજે સિનેમાઘરોમાં રીલીઝ થઈ ફિલ્મ ‘મિશન રાણીગંજ ધ ગ્રેટ ભારત રેસક્યું’ સત્યઘટના પર આધારિત ફિલ્મ જોઈ દર્શકો બન્યા ભાવુક…
X

અક્ષય કુમારની વર્ષ 2023ની મોસ્ટ અવેઈટેડ ફિલ્મ 'મિશન રાણીગંજ ધ ગ્રેટ ભારત રેસ્ક્યૂ' આજે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. જસવંત સિંહ ગિલના જીવન પર આધારિત આ ફિલ્મમાં અક્ષય કુમાર ધૂમ મચાવી રહ્યો છે. આ ફિલ્મમાં અક્ષય કુમારે રિયલ લાઈફ હીરો જસવંત ગિલની ભૂમિકા ભજવી છે. આ ફિલ્મમાં પરિણીતી ચોપરા અક્ષયની પત્નીના રોલમાં જોવા મળી રહી છે.

ફિલ્મની શરૂઆત એકદમ શાનદાર લાગી રહી છે. હવે ફિલ્મને લઈને દર્શકો તરફથી પણ સકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે. ફિલ્મમાં અક્ષય કુમારની એક્ટિંગ લોકોને પસંદ આવી રહી છે. ટ્વિટર પર યૂઝર્સ 'મિશન રાણીગંજ'ની પહેલા દિવસની કમાણીનો અંદાજિત આંકડો આવી ગયો છે. એક રિપોર્ટ અનુસાર, 'મિશન રાણીગંજ' રિલીઝના પ્રથમ દિવસે 3.50 કરોડ રૂપિયાનું કલેક્શન કરી શકે છે. 55 કરોડના બજેટથી બનેલી 'મિશન રાણીગંજ'ની શરૂઆત ખૂબ જ નિરાશાજનક છે.

Next Story