અક્ષય કુમાર, ગોવિંદા અને પરેશ રાવલની સુપરહિટ જોડી ફરી એકવાર દર્શકોને હસાવવા માટે આવી રહી છે. આ ત્રિપુટીએ 2006માં આવેલી કોમેડી ફિલ્મ 'ભાગમ ભાગ'માં લોકોનું ખૂબ મનોરંજન કર્યું હતું. હવે આ ફિલ્મની સિક્વલની જાહેરાત કરવામાં આવી છે.અક્ષય કુમાર અને ગોવિંદાની કોમેડી ફિલ્મ 'ભાગમ ભાગ' લોકોને ઘણી પસંદ આવી હતી અને તે બોક્સ ઓફિસ પર સફળ પણ રહી હતી.
આ ત્રિપુટી 20 વર્ષ બાદ ફરી એકવાર સ્ક્રીન પર એકસાથે જોવા માટે ચાહકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે.એવું કહેવામાં આવી રહ્યું છે કે અક્ષય કુમારે શેમારૂ પાસેથી 'ભાગમ ભાગ'ના રાઇટ્સ ખરીદ્યા છે અને તે ટૂંક સમયમાં 'ભાગમ ભાગ 2' બનાવશે. જો બધું પ્લાન મુજબ ચાલશે તો આ ફિલ્મનું શૂટિંગ વર્ષ 2025માં શરૂ થશે અને તે વર્ષ 2026માં સિનેમાઘરોમાં રિલીઝ થશે.