/connect-gujarat/media/media_files/RkOFqpPMqpemxfMuIuKp.png)
'સુપરસ્ટાર સિંગર'સીઝન3ની સફરમાંનેહા કક્કર આ સિંગિંગ રિયાલીટી શોની જજ હતી.
જ્યારે પવનદીપ રાજન, અરૂણિતા કાંજીલાલ, સલમાન અલી, સાયલી કાંબલે અને દાનિશ ખાન આ શોના કેપ્ટન હતા. આ શોના બે સ્પર્ધકોને વિજેતા ઘોષિત કરવામાં આવ્યા હતા.
સામાન્ય રીતે રિયાલિટી શોમાં ભાગલેનારા સ્પર્ધકો માંથી એકને શોનો વિજેતા જાહેર કરવામાં આવે છે, પરંતુ નેહા કક્કરના આ શોમાં બે સ્પર્ધકોને વિજેતાનો ટેગ મળ્યોછે. ઝારખંડના અથર્વ બક્ષી અને કેરળના અવિર્ભવ (બાબુ કુટ્ટન) બંને આ શોના વિજેતાબન્યા છે.
વાસ્તવમાં બંને વચ્ચેની કોમ્પિટિશનનું પરિણામ ટાઈ રહ્યુ હતુ.જેના કારણે બંનેને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. ટ્રોફીની સાથે બંનેને10 - 10 લાખ રૂપિયાના ચેક પણ આપવામાં આવ્યા હતા.
શોના ગ્રાન્ડ ફિનાલેમાં અથર્વ અને અવિર્ભવ વધુ7 સ્પર્ધકો સાથે હરીફાઈ કરી રહ્યા હતા. ગયા અઠવાડિયે નેહા કક્કરેગ્રાન્ડ ફિનાલેમાં પહોંચેલા ટોપ9 સ્પર્ધકોનાનામની જાહેરાત કરી હતી. સુપરસ્ટાર સિંગરના ટોપ9 સ્પર્ધકોમાંઅથર્વ બક્ષી અને અવિર્ભવ એસની સાથે લિઝલ રાય, શુભસૂત્રધર, પીહુ શર્મા, ક્ષિતિજસક્સેના, માસ્ટર આર્યન, દેવનાશ્રિયાકે અને ખુશી નાગરના નામ પણ સામેલ હતા.