સુપરસ્ટાર સિંગર સીઝન 3નો રિયાલીટી શોમાં એક નહીં પરંતુ બન્યા બે વિનર..!

'સુપરસ્ટાર સિંગર'સીઝન 3ની સફરમાં નેહા કક્કર આ સિંગિંગ રિયાલીટી શોની જજ હતી.  જ્યારે પવનદીપ રાજન, અરૂણિતા કાંજીલાલ, સલમાન અલી, સાયલી કાંબલે અને દાનિશ ખાન આ શોના કેપ્ટન હતા.

super star
New Update

'સુપરસ્ટાર સિંગર'સીઝન 3ની સફરમાં નેહા કક્કર આ સિંગિંગ રિયાલીટી શોની જજ હતી. 

જ્યારે પવનદીપ રાજનઅરૂણિતા કાંજીલાલસલમાન અલીસાયલી કાંબલે અને દાનિશ ખાન આ શોના કેપ્ટન હતા. આ શોના બે સ્પર્ધકોને વિજેતા ઘોષિત કરવામાં આવ્યા હતા.

સામાન્ય રીતે રિયાલિટી શોમાં ભાગ લેનારા સ્પર્ધકો માંથી એકને શોનો વિજેતા જાહેર કરવામાં આવે છેપરંતુ નેહા કક્કરના આ શોમાં બે સ્પર્ધકોને વિજેતાનો ટેગ મળ્યો છે. ઝારખંડના અથર્વ બક્ષી અને કેરળના અવિર્ભવ (બાબુ કુટ્ટન) બંને આ શોના વિજેતા બન્યા છે.

વાસ્તવમાં બંને વચ્ચેની કોમ્પિટિશનનું પરિણામ ટાઈ રહ્યુ હતુ. જેના કારણે બંનેને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. ટ્રોફીની સાથે બંનેને 10 - 10 લાખ રૂપિયાના ચેક પણ આપવામાં આવ્યા હતા.

શોના ગ્રાન્ડ ફિનાલેમાં અથર્વ અને અવિર્ભવ વધુ સ્પર્ધકો સાથે હરીફાઈ કરી રહ્યા હતા. ગયા અઠવાડિયે નેહા કક્કરે ગ્રાન્ડ ફિનાલેમાં પહોંચેલા ટોપ સ્પર્ધકોના નામની જાહેરાત કરી હતી. સુપરસ્ટાર સિંગરના ટોપ સ્પર્ધકોમાં અથર્વ બક્ષી અને અવિર્ભવ એસની સાથે લિઝલ રાયશુભ સૂત્રધરપીહુ શર્માક્ષિતિજ સક્સેનામાસ્ટર આર્યનદેવનાશ્રિયા કે અને ખુશી નાગરના નામ પણ સામેલ હતા.

#India #Television show #Reality Show #Superstar Singer Season #two winners
Here are a few more articles:
Read the Next Article