અજય દેવગન ફરીવાર એક હિસ્ટોરિક ડ્રામા ફિલ્મ લઈને આવી રહ્યો છે. તેની "આઝાદ" નામની આ ફિલ્મ આગામી વર્ષે સિનેમા હાઉસમાં રિલીઝ થશે. પણ તેનું ટીઝર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. જેમાં મહારાણા પ્રતાપ અને તેમના ઘોડાની કહાની દર્શાવવામાં આવી છે. આ ફિલ્મમાં અજયની સાથે રવિના ટંડનની દીકરી રાશા થડાની અને અજય દેવગનનો ભાણિયો અમન દેવગન પણ ડેબ્યૂ કરશે.
આગામી વર્ષે આવનાર અજય દેવગનની ફિલ્મ 'આદાઝ'નું ટીઝર રિલીઝ થયું છે. તે ટીઝર 1 મિનિટ 47 સેકન્ડનું છે. આ ટીઝરમાં સ્ટોરીનું બ્રીફ વોઈસ ઓવર દ્વારા આપવામાં આવ્યું છે. નેરેશન પરથી એવું લાગે છે કે મહાન ક્રાંતિકારી યોદ્ધા મહારાણા પ્રતાપના ઘોડાની સ્ટોરી બતાવવામાં આવી છે. આ ફિલ્મમાં મહારાણાના બહાદુર ઘોડા અને તેમની બહાદુરીની સ્ટોરી બતાવવામાં આવશે. અત્યારે આ ફિલ્મની રિલીઝ ડેટ હજુ આપવામાં નથી આવી. પરંતુ આ ફિલ્મ જાન્યુઆરી 2025માં સિનેમાઘરોમાં રિલીઝ થશે તેવી સંભાવના છે.