શાહરૂખ ખાનની ફિલ્મ 'ડિંકી' નું ટીઝર બીજી નવેમ્બરે થશે લોન્ચ

New Update
શાહરૂખ ખાનની ફિલ્મ 'ડિંકી' નું ટીઝર બીજી નવેમ્બરે થશે લોન્ચ

શાહરૂખ ખાન તેની ફિલ્મ 'ડિંકી' માટે ચર્ચામાં છે. હવે ફિલ્મને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે, જેને સાંભળીને ચાહકો ખુશીથી ઉછળી જશે. કહેવામાં આવી રહ્યું છે કે ફિલ્મનું ટીઝર શાહરૂખ ખાનના જન્મદિવસ પર રિલીઝ કરવામાં આવશે. એટલે કે 'ડંકી'નું ટીઝર બીજી નવેમ્બરે લોન્ચ થશે.

આટલું જ નહીં ફિલ્મના ડાયરેક્ટર રાજકુમાર હિરાનીએ પણ કિંગ ખાનના ફેન્સને એક ખાસ ભેટ આપી છે. ઈ ટાઈમ્સના એક અહેવાલ મુજબ, શાહરૂખ ખાન પોતે 'ડંકી'નું ટીઝર લોન્ચ હોસ્ટ કરશે. સેન્સર બોર્ડે ફિલ્મના ટીઝરને યુ સર્ટિફિકેટ આપ્યું છે. તમને જણાવી દઈએ કે ફિલ્મના બે ટીઝર રિલીઝ થવા જઈ રહ્યા છે.

Latest Stories