વેબ સિરીઝ 'મિર્ઝાપુર 3 'નું ટાઈટલ ટ્રેક થયું રિલીઝ

મનોરંજન | સમાચાર : ચાહકો એમેઝોન પ્રાઇમની મોસ્ટ અવેટેડ વેબ સિરીઝ 'મિર્ઝાપુર 3'ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પર તેનો ક્રેઝ જોવા મળી રહ્યો છે

New Update

વેબ સિરીઝ 'મિર્ઝાપુર'નું ટાઈટલ ટ્રેક રિલીઝ થઈ ગયું છે. આ રૈપ ગીત રાગા દ્વારા ગાયું છે જેમાં 'મિર્ઝાપુર 3'ની વાર્તા કહેવામાં આવી છે.ચાહકો એમેઝોન પ્રાઇમની મોસ્ટ અવેટેડ વેબ સિરીઝ 'મિર્ઝાપુર 3'ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પર તેનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. 'મિર્ઝાપુર 3'નું ગ્લોબલ પ્રીમિયર 5 જુલાઈના કરવામાં આવશે, તે પહેલા પ્રાઇમ વિડિયો અને એક્સેલ મીડિયા એન્ડ એન્ટરટેઈનમેન્ટે પ્રથમ વખત અદભૂત રેપ ટ્રેક રજૂ કર્યો છે. 

'મિર્ઝાપુર 3'નું આ ટાઈટલ ટ્રેક પૂર્વાંચલમાં વર્ચસ્વ, શાસન અને મુશ્કેલીઓથી બહાર નીકળવાનો મજબૂત સંદેશ આપે છે. આ જોશીલા ટ્રેક જેન-ઝેડ મ્યુઝિક આર્ટિસ્ટ રવિ મિશ્રા (રાગા) દ્વારા ગાયું અને લખવામાં આવ્યું છે અને પ્રતિભાશાળી અંશુમન લેહરી (વેમ્પ) સાથે રાગા દ્વારા કંપોઝ કરવામાં આવ્યું છે.

Latest Stories