Connect Gujarat
મનોરંજન 

અભિનેત્રી હુમા કુરેશીની આગામી સિરીઝ 'મહારાણી 3'નું ટ્રેલર થયું રિલીઝ

અભિનેત્રી હુમા કુરેશીની આગામી સિરીઝ મહારાણી 3નું ટ્રેલર થયું રિલીઝ
X

અભિનેત્રી હુમા કુરેશીની આગામી સિરીઝ 'મહારાણી 3'ની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. મેકર્સે સોમવારે 'મહારાણી 3'નું ટ્રેલર રિલીઝ કર્યું. અભિનેત્રીના જોરદાર કમબેકથી દર્શકો ખૂબ જ ખુશ છે. બે સુપરહિટ સિઝન બાદ હવે દર્શકોમાં ત્રીજી સિઝનનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. સુભાષ કપૂર દ્વારા નિર્મિત અને સૌરભ ભાવે દ્વારા નિર્દેશિત 'મહારાણી 3' 7 માર્ચે Sony Liv પર પ્રસારિત થશે. અભિનેત્રીના જોરદાર કમબેકથી દર્શકો ખુશ છે.

2.30 મિનિટનું આ ટ્રેલર જેલથી શરૂ થાય છે જ્યાં 'રાની ભારતી' અભિનેત્રી હુમા કુરેશી તેની સજા કાપી રહી છે. જે તેના પતિની હત્યાના કારણે અંદર છે. હુમા ચાર દીવાલોની અંદર રહીને પણ પોતાના વિચારોને મજબૂત બનાવે છે, પરંતુ એક દિવસ શાળાએથી પરત ફરતા તેના બાળકો પર જીવલેણ હુમલો થાય છે અને આ સમાચાર 'રાની ભારતી' સુધી પહોંચે છે. બસ પછી શું 'રાની ભારતી' બહાર નીકળવાનો પ્રયાસ કરે છે ? બહાર આવ્યા બાદ હુમાને રાજકારણમાં કાવતરાનો સામનો કરવો પડે છે.

Next Story