અક્ષય કુમારની ફિલ્મ ‘સરફિરા’ નું ટ્રેલર ઇન્ટરનેટ પર છવાઇ ગયું છે. ફિલ્મ ‘સરફિરા’ નું ટ્રેલર 2024 માં સૌથી વધારે જોવામાં આવતું હિન્દી ફિલ્મ ટ્રેલર બની ગયું છે. દર્શકોને આ મુવીનું કન્ટેન્ટ જબરજસ્ત પસંદ આવી રહ્યું છે. અનેક લોકો વારંવાર જોઇ રહ્યાં છે. આટલું જ નહીં સોશિયલ મિડીયામાં લોકો આ ફિલ્મનાં રિલીઝ પહેલાં અક્ષય કુમારના વખાણ કરી રહ્યાં છે.
લોકોની વચ્ચે આ મુવીને લઇને જબરજસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે. બોલિવૂડના એક્શન હીરો ખિલાડી કુમાર એની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘સરફિરા’ને લઇને ફરી એકવાર ધૂમ મચાવવા માટે તૈયાર છે.ફિલ્મના બીજા ટ્રેલરની કહાનીએ લોકો ફિદા કરી દીધાં છે. આ મુવીને લઇને ફેન્સ સુપર એક્સાઇટેડ છે. આમ, તમને જણાવી દઇએ કે 13 દિવસ પહેલાં રિલીઝ થયેલાં આ ટ્રેલરને અત્યાર સુધીમાં 67 મિલિયન એટલે કે 6 કરોડ 70 લાખ લોકો જોઇ ચુક્યા છે.