સિંઘમ અગેઇનનું ટ્રેલર 7 ઓક્ટોબરે થશે રિલીઝ, ફિલ્મની સ્ટારકાસ્ટ રહેશે હાજર

'સિંઘમ અગેઇન' 2024ની સૌથી વધુ રાહ જોવાતી ફિલ્મોમાંથી એક છે. રોહિત શેટ્ટીની આ ફિલ્મના ટ્રેલરની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. સિંઘમ અગેઈન'નું ટ્રેલર

singahm
New Update

'સિંઘમ અગેઇન' 2024ની સૌથી વધુ રાહ જોવાતી ફિલ્મોમાંથી એક છે. રોહિત શેટ્ટીની આ ફિલ્મના ટ્રેલરની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. રિપોર્ટ્સ અનુસાર 'સિંઘમ અગેઈન'નું ટ્રેલર 7 ઓક્ટોબરે એક ભવ્ય ઈવેન્ટમાં રિલીઝ થઈ શકે છે. જો કે હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર નિવેદન બહાર આવ્યું નથી. આ ફિલ્મમાં અજય દેવગન, કરીના કપૂર સાથે ઘણા સ્ટાર્સ જોવા મળવાના છે.

બોલિવૂડ હંગામાના અહેવાલ મુજબ, ફિલ્મ સિંઘમ અગેઈનનું ટ્રેલર 7 ઓક્ટોબરે મુંબઈમાં નીતા-મુકેશ અંબાણીના કલ્ચરલ સેન્ટરમાં એક ઈવેન્ટ દરમિયાન લોન્ચ થઈ શકે છે. આ અવસર પર અજય દેવગન, દીપિકા પાદુકોણ, કરીના કપૂર ખાન, ટાઈગર શ્રોફ, અર્જુન કપૂર, જેકી શ્રોફ, રણવીર સિંહ અને અક્ષય કુમાર પણ હાજર રહે તેવી શક્યતા છે. નિર્માતાઓ ઇચ્છે છે કે ટ્રેલર ફિલ્મ જેટલું ભવ્ય હોય.
#trailer #Released #Singham Again #present
Here are a few more articles:
Read the Next Article