વિક્રાંત મેસી ધીરજ સરનાની ફિલ્મ 'ધ સાબરમતી રિપોર્ટ' સાથે મોટા પડદા પર પાછો ફરી રહ્યો છે. આ ફિલ્મ 2002માં થયેલી ગોધરા કાંડના સત્ય પર આધારિત છે. હવે એ કડવું સત્ય દર્શાવતી ફિલ્મનું દમદાર ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે.27 ફેબ્રુઆરી 2002 ની સવારે સાબરમતી એક્સપ્રેસમાં જે બન્યું હતું તે સત્યને ઉજાગર કરતું 'ધ સાબરમતી રિપોર્ટ'નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ ટ્રેલર આપણને એવી ઘટનાની સફર પર લઈ જાય છે જેણે ભારતનો સામાજિક અને સાંસ્કૃતિક ચહેરો બદલી નાખ્યો. ટ્રેલર જોઈને તમારા હોશ ઉડી જશે.
વિક્રાંત મેસી, રાશિ ખન્ના અને રિદ્ધિ ડોગરા પત્રકારોની ભૂમિકામાં શાનદાર એક્ટિંગ કરી રહ્યાં છે. ટ્રેલર પરથી સ્પષ્ટ થાય છે કે આ ફિલ્મ એક ઊંડી છાપ છોડશે, જે આ હૃદયદ્રાવક ઘટનાની સત્યતાને ઉજાગર કરશે અને દર્શકોને વાકેફ કરશે. આ ટ્રેલરમાં, હિન્દી ભાષી અને અંગ્રેજી પત્રકારો વચ્ચેના વૈચારિક તફાવતને સામે લાવવામાં આવ્યો છે, જેઓ વેસ્ટર્ન પ્રભાવથી પ્રેરિત હોવા છતાં, રાજકારણ અને દુ:ખદ ઘટનાઓના કવરેજને પ્રભાવિત કરે છે.